સંકટમાં ઉત્તરાખંડ સરકાર, અમિતશાહને મળશે કોંગ્રેસના વિધાયકો

ઉત્તરાખંડઃ મુશ્કેલીમાં ઘેરાયેલી ઉત્તરાખંડ સરકારના નારાજ વિધાયક મોડી રાત્રે બીજેપીના વિધાયકો સાથે ગુડગાંવ પહોંચ્યા હતા અને આજે તેઓ અમિતશાહને મળવાના છે. બીજેપી નેતા શ્યામ જાજૂએ કહ્યું છે કે રાજ્યપાલ પાસે 35 વિધાયકોમાં 26 બીજેપી અને 9 કોંગ્રેસના છે.

તો આ આ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઉત્તરાખંડ સરકારની સંકટની પરિસ્થિતિ મુદ્દે બીજેપી પર વાર કર્યો છે અને ટ્વિટર પર લખ્યું છે કે બીજેપી ભ્રષ્ટ, દેશદ્રોહી અને સત્તાભૂખી પાર્ટી છે. અરૂણાચલ બાદ ઉત્તરાખંડમાં પણ તે ખુલ્લેઆમ હોર્સ ટ્રેડિંગ કરી રહ્યાં છે.

આ અંગે ઉત્તરાખંડના પૂર્વસીમ વિજય બહુગુણાએ કહ્યું છે કે તેઓ હેરાન છે કે હજી સુધી હરીશ રાવતે તેમના પદ પરથી રાજીનામું કેમ નથી આપ્યું. તેમણે નૈતિક આધારો પર પોતાનું રાજીનામુ આપી દેવું જોઇએ. હરિશ રાવત સરકારને બરતરફ કરવાની માંગ કરી છે.

રાજ્યપાલ સામે બીજેપી વિધાયકોની પરેડઃ બીજેપીએ પણ હરીશ રાવતના રાજીનામાની માંગ કરી છે. પૂર્વ સીએમ અને બીજેપી નેતા રમેશ પોખરિયાલે જણાવ્યું છે કે રાવત સરકાર લઘુમતીમાં આવી ગઇ છે અને સીએમએ રાજીનામુ આપી દેવું જોઇએ. બીજેપી વિધાયકોએ શુક્રવારે સાંજ રાજ્યપાલને મળીને સરકાર બનાવવા અંગેનો દાવો કર્યો છે.  બીજેપીના સમર્થક એવા 35 વિધાયકોની મોડી રાત્રે રાજ્યપાલ સામે પરેડ પણ કરાવી હતી.

આ મામલે મુખ્યમંત્રી હરીશ રાવતે જણાવ્યું છે કે તેમના માટે સૌથી પહેલા ઉત્તરાખંડનુ હિત છે. તેઓ કોઇના દબાણથી ઝુકશે નહીં. રાવતે બીજેપી પર આરોપ લગાવ્યો છે કે તેમની સરકારને અસ્થિર કરવા માટે બીજેપી પાણીની જેમ પૈસા વાપરે છે.

 

You might also like