Categories: India

ઉત્તરાખંડમાં બળવાખોરો સામે કોઈ પગલાં નહીં લેવા રાજ્યપાલની સૂચના

નવી દિલ્હી: ઉત્તરાખંડનો રાજકીય સંઘર્ષ વધુ ને વધુ ઘેરો બનતો જાય છે અને કોંગ્રેસ ધારાસભ્યોના બળવા બાદ સક્રિય રાજકીય કવાયત જારી છે. સોમવારે ભાજપ અને કોંગ્રેસ બંનેનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળવા પહોંચી ગયું હતું. દરમિયાન મુખ્યપ્રધાન હરીશ રાવતની સરકારની મુશ્કેલીઓ વધી રહી હોય એવા રાજકીય સંકેતો મળી રહ્યા છે.
ભાજપ સાથે સીઅેમ હરીશ રાવત વિરુદ્ધ બળવો પોકારનાર નેતા હતા અને તેમણે રાષ્ટ્રપતિને ઉત્તરાખંડની કોંગ્રેસ સરકારની હકાલપટ્ટી કરવાની માગણી કરી છે. બીજી બાજુ ગુલામનબી આઝાદની આગેવાનીમાં મળેલા કોંગ્રેસના ડેલિગેશને રાષ્ટ્રપતિને એવી રજૂઆત કરી હતી કે સીએમ રાવતને બહુમતી સાબિત કરવા માટે ર૮ માર્ચ સુધીનો સમય મળવો જોઇએ.

દરમિયાન ઉત્તરાખંડના રાજ્યપાલ કે. કે. પૌલે વિધાનસભા સ્પીકર ગોવિંદસિંહ કુંજવાલને સૂચના આપી છે કે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવામાં ન આવે. રાજ્યપાલે ૧૮ માર્ચની સ્થિતિ યથાવત્ જાળવી રાખવા સૂચના આપી છે. વિશ્વાસનો મત સાબિત કરવાના એક અઠવાડિયા પૂર્વે કોંગ્રેસે સોમવારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય બહુગુણાના પુત્ર સાકેત અને સંયુકત મંત્રી અનિલ ગુપ્તાની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ પક્ષમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. ચોમેર સંકટથી ઘેરાયેલા મુખ્યપ્રધાન હરીશ રાવતે કેન્દ્ર અને ભાજપ પર તેમની સરકારને અસ્થિર કરવા માટે મની પાવર અને મસલ્સ પાવરનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરે છે.

દરમિયાન ર૮ માર્ચના રોજ ગૃહમાં વિશ્વાસના મત પૂર્વે જો કોંગ્રેસના નવ બળવાખોર ધારાસભ્યોના સભ્યપદનો અંત લાવવામાં આવશે તો મુખ્યપ્રધાન હરીશ રાવત પોતાની લઘુમતીમાં મુુકાયેલી સરકારને સરળતાથી બચાવી શકશે. જો નવ બળવાખોર ધારાસભ્યોને પણ વિશ્વાસના મત દરમિયાન મતદાન કરવાની તક મળશે તો રાવત સરકારનું પતન નિશ્ચિત બનશે. આ દરમિયાન બસપાના બે ધારાસભ્યોના વિપક્ષની સાથે ઊભા રહેવાના કારણે ત્રીજી સંભવિત સ્થિતિને લઇને રાજકીય કયાસ લગાવવામાં આવી રહ્યાે છે. વાસ્તવમાં જો આવું જો કંઇક થશે તો સરકાર બચાવવા અને ઊથલાવવાની આ રાજકીય રમતમાં એક-એક વોટ નિર્ણાયક સાબિત થશે.

divyesh

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

12 hours ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

13 hours ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

13 hours ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

13 hours ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

14 hours ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

14 hours ago