ઉત્તરાખંડમાં ચીનની ઘૂસણખોરી: હરીશ રાવત

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી હરીશ રાવતે રાજ્યના ચમોલી જિલ્લામાં ચીની સેનાની ગતિવિધિઓ જોવા મળ્યાની જાણકારી આપી છે. હરીશ રાવતના જણાવ્યા અનુસાર રાજ્યના રાજસ્વ અધિકારીઓએ સરહદ પર ચીની સૈનિકોની ગતિવિધિઓ જોઇ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચીનની ઘૂસણ ખોરી પર પૂછવામાં આવેલા પ્રશ્નો પર રાવતે કહ્યું કે, ‘આ ચિંતાજનક છે, અમે શરૂઆતથી જ કહેતા રહ્યા છીએ કે અહીંયા સુરક્ષા વધારો. સૂચના સત્ય છે.’

તેમણે કહ્યું કે ભારત સરકાર અને કેન્દ્રીય એજન્સીઓને પણ તે માટે જાણકારી છે. હવે જે જરૂરી કાર્યવાહી હશે તો તે કરશે. રાવતે કહ્યું કે, ”અમારા રાજસ્વ અધિકારી જમીન માપવા ગયા હતાં, તેમણે ત્યાં ચીની સૈવિકોની ગતિવિધિઓ જોઇ છે.”

ચીન અને ભારત વચ્ચે સીમા પર ઘણા વિસ્તારોમાં વિવાદો છે. ભારત, ચીન પર અરુણાચલ અને લેહ લદાખ સીમા પર ચીની સૈનિકોની ઘૂસણખોરી માટે આરોપ લગાવતા રહ્યા છે.

You might also like