સ્ટિંગ મામલે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતને સમન્સ, સોમવારે થશે પૂછપરછ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં સત્તા અંગે ચાલી રહેલી લડતની વચ્ચે સીબીઆઇએ ગુરૂવારે સ્ટિંગ મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને સમન્સ પાઠવ્યો છે. તપાસ સમિતીએ રાવતને પૂછપરછ માટે સોમવારે હાજર થવા જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે હરીશ રાવતને કથિત સ્ટિંગ સીડીમાં લેણ-દેણની વાતો કરતા દર્શાવવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે સ્ટિંગમાં પોતાનો અવાજ હોવાની વાતને સ્વિકારી છે.

સાથે જ એવું પણ કહ્યું હતું કે વીડિયોનો એક જ હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. ઉત્તરાખંડમાં બળવાખોર સાંસદો અને સત્તાના સંકટ વચ્ચે 27 માર્ચે કેન્દ્રીય કેબિનેટની ભલામણ પછી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. જેની સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

You might also like