Categories: India

ઉત્તરાખંડ પણ કોંગ્રેસના હાથમાંથી સરી જશે?

યુદ્ધ અને પ્રેમની માફક રાજકારણમાં પણ સત્તાને માટે તમામ પ્રકારના નૈતિક-અનૈતિક દાવપેચ ખેલાય છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસી મુખ્યપ્રધાન હરીશ રાવતની સરકાર પણ આ પ્રકારના દાવપેચનો ભોગ બની છે. આવો દાવપેચ ખેલનારા કોંગ્રેસના જ નવ વિદ્રોહી ધારાસભ્યો છે. તેની આગેવાની પૂર્વ મુખ્યપ્રધાન વિજય બહુગુણા અને રાજ્યના કેબિનેટ પ્રધાન હરકસિંહ રાવતે લીધી છે. રાજ્ય વિધાનસભામાં બજેટ પસાર કરવાની ક્ષણે આ નવ ધારાસભ્યો તેના વિરોધમાં ઊભા થઈને ભાજપના સભ્યો સાથે મળી ગયા અને બજેટ પસાર કરવા મત વિભાજનની માગણી કરી.વિધાનસભાના સ્પીકરે બજેટ પર ધ્વનિમત લઈને તેને પસાર થઈ ગયેલું જાહેર કર્યું છે.

હવે જ્યારે કોંગ્રેસના જ નવ ધારાસ્ભ્યોના વિદ્રોહને કારણે હરીશ રાવતની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ છે અને રાજ્યપાલે તેમને ૨૮ માર્ચ સુધીમાં ગૃહમાં બહુમતી પુરવાર કરવાનું કહ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષાંતરના કાનૂની પેચમાં પણ વિધાનસભામાં ધ્વનિમતથી બજેટ પસાર થયું ગણાય કે કેમ એ મુદ્દો મહત્ત્વનો બનવાનો છે. વિરોધપક્ષ ભાજપે આ રીતે બહુમતીના અભાવે બજેટ પસાર થયેલું ન ગણાય એમ કહ્યું છે ત્યારે વિધાનસભાના સ્પીકર ગોવિંદસિંહ કુંજવાલે એવું કહ્યું છે કે બજેટને મતદાન માટે મૂકતાં પહેલાં સભ્યોએ મતવિભાજનની માગણી કરવી જોઈએ.એમ થયું ન હતું. આવી માગણી ધ્વનિમત પછી આવી હતી. હવે હરીશ રાવતની સરકારની બહુમતીના ફેંસલામાં બજેટનો મુદ્દો પણ મહત્ત્વનો બનવાનો છે.

હરીશ રાવતની સરકાર આજે જે સ્થિતિનો સામનો કરી રહી છે એવી સ્થિતિ ભૂતકાળમાં તેઓ ખુદ તેમના પક્ષની સરકારો સામે સર્જતા રહ્યા છે. ૨૦૦૨થી ૨૦૦૭નાં વર્ષો દરમિયાન તેમણે એન.ડી.તિવારીની સરકાર સામે અનેક વખત વિદ્રોહનો સ્વર બુલંદ કર્યો હતો. ઉત્તરાખંડમાં કુદરતી આપત્તિના સમયે રાહતકાર્યોની અસરકારક કામગીરીમાં વિજય બહુગુણાની સરકારની નિષ્ફળતાને કારણે તેમને અસ્થિર કરવાની તક હરીશ રાવતે ઝડપી લઈને રાજ્યનું મુખ્યપ્રધાનપદ મેળવી લીધું. આજે હવે વિજય બહુગુણા પોતાને પદભ્રષ્ટ કરવાનો બદલો લઈ રહ્યા છે.

પોતાના પક્ષની રાજ્ય સરકાર સામે વિદ્રોહ કરવાના કારણમાં એ કહે છે કે મુખ્યપ્રધાનપદ છોડતી વખતે તેમની સાથે જે વાયદા કરવામાં આવ્યા હતા તેમાંનું કાંઈ જ હરીશ રાવતની સરકાર કરી રહી નથી. પક્ષમાં પ્રવર્તતા આવા અસંતોષનો લાભ વિપક્ષ ભાજપ ઉઠાવે એમાં કોઈ આશ્ચર્ય નથી. બળવાખોરોનો ઈરાદો બજેટને પસાર કરાવવાની પ્રક્રિયા દરમિયાન જ સરકારને પાડી દેવાનો હતો. સ્પીકરની સમયસૂચકતાથી એ શક્ય બન્યું નહીં.

હવે ૨૮ માર્ચે વિધાનસભા ગૃહના ઘટનાક્રમ પર સૌની નજર રહેશે. એ પહેલાં કોંગ્રેસ વિદ્રોહી સભ્યોને પાછા લાવવા પ્રયાસ કરે છે. બીજી બાજુ વૈકલ્પિક વ્યૂહ તરીકે બળવાખોર સભ્યોને પક્ષાંતર ધારા અંતર્ગત સભ્યપદેથી બરખાસ્ત કરવાની તૈયારી ચાલી રહી છે, પરંતું એ પગલું ધારવામાં આવે છે એટલું સરળ નથી. રાજ્ય સરકાર અને સ્પીકર ધ્વનિમતથી બજેટ પસાર થઈ ગયાનો દાવો કરી રહ્યા છે ત્યારે એનો અર્થ એ પણ થાય કે એ વખતે બળવાખોર સભ્યો કોંગ્રેસ વિધાનસભા પક્ષમાં હતા. એટલે તેમને સભ્યપદેથી દૂર કરવાનું કાનૂની રીતે શક્ય ન બને.

આ મુદ્દે વિદ્રોહી સભ્યો બરખાસ્તગીના પગલાંને અદાલતમાં પડકારી શકે છે. પક્ષાંતર ધારા અનુસાર પક્ષ વિભાજન માટે એક તૃતિયાંશ સભ્યો જરૂરી છે. કોંગ્રેસના વિદ્રોહી સભ્યોની સંખ્યામાં એ માટે ત્રણ સભ્યો ઓછા પડે છે. વિદ્રોહી નેતાઓનો દાવો છે કે બીજા છ સભ્યો તેના સંપર્કમાં છે. વિજય બહુગુણાને મનાવવા માટે કોંગ્રેસે તેમનાં બહેન અને ઉત્તરપ્રદેશનાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રીટા બહુગુણા જોશીને કામે લગાડ્યાં છે. પણ વિદ્રોહી નેતાઓ હવે પીછેહઠનો ઈનકાર કરી રહ્યા છે. તેઓ ભાજપમાં સામેલ થવાને બદલે અલગ રાજકીય જૂથની રચના કરવા વિચારે છે.

૨૮મીએ વિધાનસભા મળે ત્યારે વિશ્વાસ મતની દરખાસ્ત પહેલાં બળવાખોર સભ્યો સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરશે. એ સ્થિતિમાં રાજ્યપાલે પ્રો-ટેમ સ્પીકરની નિયુક્તિ કરવી પડે. ૨૮મીના વિશ્વાસ મત પહેલાં ઘણાં રાજકીય દાવપેચ ખેલાશે એ નિશ્ચિત છે. આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના હાથમાંથી આ વધુ એક રાજ્ય સરી જશે.

admin

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

12 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

13 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

13 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

13 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

13 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

15 hours ago