ગુજરાત-બિહાર બાદ યુપીના રાજકારણમાં ભૂકંપ, સપા-2, બીએસપી-1 એમએલસીનું રાજીનામુ

લખનઉ : ગુજરાત અને બિહાર પછી હવે ઉત્તર પ્રદેશના વિપક્ષમાં હવે ભૂકંપ આવ્યો છે. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તર પ્રદેશના લખનઉના ત્રણ દિવસની મુલાકાતે ગયા છે. અમિત શાહની મુલાકાત અગાઉ જ સમાજવાદી પાર્ટીના બે અને બસપાના એક એમએલસીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જેમાં ખાસ વાત એ છે કે મુસ્લિમ શિયા સમુદાયના નેતા બુક્કલ નવાબનો સમાવેશ થાય છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

એક અહેવાલ મુજબ આ નેતાઓએ સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા અને કેશવપ્રસાદ મૌર્ય માટે પોતાની બેઠક છોડી છે. એસપી એમએલસી બુક્કલ નવાબ અને યશવંત સિંહે પક્ષ પર અલગ-અલગ આરોપ લગાવતા પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે.

You might also like