ચૂંટણી પહેલા યુપીને રેલવેની ગીફ્ટ, 9 નવી ટ્રેન ચલાવાની તૈયારીમાં

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં આગલા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા રેલવે આ રાજ્યને હમસફર સહિત ઘણી નવી ટ્રેનની ભેટ આપવાની તૈયારી કરી ચૂક્યું છે. કેન્દ્રની એનડીએ સરકાર ગત અઢી વર્ષમાં અંદાજે 57 ટ્રેનની ગીફ્ટ પહેલા જ આપી ચૂકી છે. આમ હવે હમસફર ટ્રેનની શરૂઆત નવેમ્બરના અંત સુધીમાં કરવામા આવે તેવી શક્યતા છે.

રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર લોકોની માગણી અનુસાર નવી ટ્રેન શરૂ કરવામાં આવશે. રેલવે આવતા મહીને ગોરખપુર સુધીની સંપૂર્ણ એસી હમસફર ટ્રેનને હરી ઝંડી બતાવે તેવી શક્યતા છે. હમસફર ટ્રેનના કોચને વિશેષરૂપે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ટ્રેનમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે જ આગ રોકવા માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં થોડા દિવસોમાં બલિયા-આનંદવિહાર, ગોરખપુર-લોકમાન્ય તિલક ટર્મિનસ, ગોરખપુર-પનવેલ, ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ, ગોરખપુર-બાદશાહનગર ઇન્ટરસિટી, ગાઝીપુર-કોલકતા, જોનપુર-બાંદ્રા ટર્મિનસ, મુગલસરાય થી નિઝામુદ્દીન વચ્ચે વાયા મથુરા ચાલનારી દીનદયાલ-અંત્યોદય એક્સપ્રેસ જેવી ટ્રેન શરૂ થાય તેવી શક્યતા છે.

You might also like