ઉ.પ્ર. ભાજપની જમ્બો ટીમ જાહેરઃ ૧૫ ઉપાધ્યક્ષ અને આઠ મહામંત્રી

લખનૌ: અંતે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ કેશવપ્રસાદ મૌર્યઅે ત્રણ માસથી જેની રાહ જોવાતી હતી તેવી પ્રદેશ કોરોબારી સમિતિની જાહેરાત કરી છે, જેમાં ૧૫ ઉપાધ્યક્ષ અને આઠ મહામંત્રીની વરણી કરવામાં આવી છે.

યુપી ભાજપના પ્રમુખ કેશવપ્રસાદે કરેલી જાહેરાતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ગોરખપુરના રાજ્યસભાના સભ્ય શિવપ્રતાપ શુકલા, અેટાના સાંસદ રાજવીર સિંહ ઉર્ફે રાજુ ભૈયા, બરેલીના ધારાસભ્ય ધર્મપાલ સિંહ, લખનૌના પૂર્વ ધારાસભ્ય આશુતોષ ઉર્ફે ગોપાલ ટંડન, બાગપતના સાંસદ સતપાલ સિંહ, કાનપુરના પ્રકાશ શર્મા, હમીરપુરના બાબુરામ નિષાદ, મેરઠના કાંતા કર્દમ, બલિયાના દયાશંકર સિંહ, સહારનપુરના જસવંત સૈની, મેરઠના અશ્વની ત્યાગી, શામલીની થાના ભવન સીટના ધારાસભ્ય સુરેશ રાણા, બારાબંકીના રામનરેશ રાવત, વારાણસીના રાકેશ ત્રિવેદી અને શાહજહાંપુરના જેપીએસ રાઠોડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પાર્ટીના મહામંત્રી અને પ્રદેશ મહામંત્રી તરીકે જાલોનના સ્વતંત્ર દેવસિંહ, રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહ, બહરાઈચના અનુપમા જયસ્વાલ, કાનપુરની આર્યનગર સીટના ધારાસભ્ય સલિલ વિશ્નોઈ, જીનપુરના વિદ્યાસાગર સોનકર, લખનૌના વિજય બહાદુર પાઠક, બિજનોરના અશોક કટારિયા મહામંત્રી અને પાર્ટીના પ્રદેશ મહામંત્રી સંગઠન સુનીલ બંસલની પણ આ કારોબારીમાં વરણી કરવામાં આવી છે.

જ્યારે લખનૌના સંતોષ સિંહ, અમેઠીના ગોવિંદ શુકલા, લખમીપુરના અનુપ ગુપ્તા, ચિત્રકૂટના રંજના ઉપાધ્યાય, કાશીના કોશલેન્દ્રસિંહ પટેલ, શંકર ગીરી અને મહેશ શ્રીવાસ્તવ, અમરપાલ મૌર્ય, ગોરખપુરના કામેશ્વર સિંહ, કાનપુરના સુરેશ અવસ્થી, મેરઠના દેવેન્દ્ર ચૌધરી, ઓરૈયાના ગીતા શાક્ય, આગ્રાના ધર્મવીર પ્રજાપતિ, સંત કબીરનગરના સુભાષ યાદવ યદુવંશી, સંભલના મંજુ દિલેર વાલ્મી‌િકને પણ પ્રદેશ મંત્રી બનાવાયા છે જ્યારે રાજેશ અગ્રવાલને પ્રદેશ કોષાધ્યક્ષ બનાવાયા છે.

You might also like