ઉત્તર પ્રદેશમાં બિહારની જેમ મહાગઠબંધન રચાવાની શક્યતા

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજ્યમાં મહાગઠબંધન રચવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે ગઈ કાલે કોંગ્રેસના ચૂંટણી પ્રબંધક પ્રશાંત કિશોરે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહની મુલાકાત લીધી હતી. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત યુપીમાં પણ બિહારની જેમ મહાગઠબંધન રચવાની દિશામાં થઈ હોવાનું માનવામાં આવે છે. આ અગાઉ પણ પ્રશાંત કિશોર સપાના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવની પણ મુલાકાત લઈ ચુક્યા છે.

કોંગ્રેસના કેટલાક ઉચ્ચ નેતાઓએ પણ આ વાતને સમર્થન આપ્યું છે કે તેમની પાર્ટી કોઈ જડતાનો શિકાર બની નથી. જો રાજ્યમાં એક તંદુરસ્ત ગઠબંધન રચાવાની સ્થિતિ ઊભી થશે તો તેમની પાર્ટી તે અંગે વિચારણા કરશે. જોકે પ્રશાંત કિશોર અથવા કોંગ્રેસ પાર્ટી તરફથી હજુ સુધી આ અંગે એવી સ્પષ્ટતા થઈ નથી કે તેઓ આ માટે જ મળી રહ્યા છે. પંરતુ આ અંગે બંનેએ આવી સંભાવના અંગે ઈનકાર પણ નથી કર્યો. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે સીટોની વહેંચણીને લઈને પ્રચારના બાકીનાં પાસાંઓ અંગે શરૂઆતી સહમતિ બન્યા બાદ જ કોઈ પ્રકારની જાહેરાત થઈ શકે તેમ છે.

યુપીમાં પણ બિહારની ફોર્મ્યુલા
હાલની રાજકીય હિલચાલ પરથી એવું લાગી રહ્યું છે કે બિહારમાં મહાગઠબંધનને જે રીતે સફળતા મળી હતી.તેવી ફોર્મ્યુલાનું જ યુપીમાં પુનરાવર્તન કરવામાં આવે તેવી તૈયારી ચાલી રહી છે. જો આવુ શક્ય બને તો ભાજપ વિરોધી દળ એક મજબૂત ગઠબંધન ઊભું કરવામાં સફળ થઈ શકે છે. અને આગામી ચૂંટણીમાં તેની અસર પડી શકે તેમ છે. કોંગ્રેસ પાસે કેટલાંક દલિત વોટ અને કેટલાક અગડોના મત છે. તેમાં બિન જાટ દલિત જાતિઓ અને કેટલાક અગડા આવે છે. નીતીશકુમાર પાસે અતિ પછાત વર્ગના લોકોને રિઝવવાની તાકાત છે. તો મુલાયમ સિંહ પાસે યાદવ અને મુસ્લિમ મતદારોની તાકાત છે. ત્યારે અજિતસિંહ તેમાં જાટોના કેટલાક મત ઉમેરી શકે તેમ છે. જે અનેક સીટ પર વિજય માટે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.

માયાવતી માટે મહાગઠબંધન ચિંતાજનક
યુપીમાં મહાગઠબંધન માયાવતી માટે ચિંતાજનક બાબત ગણી શકાશે. કારણ આ વખતે માયાવતીના ભવિષ્યનો ફેંસલો દલિત અને મુસ્લિમ ચૂંટણી સમીકરણ પરથી થશે. જો મુસ્લિમોને મહાગઠબંધનનો મજબૂત વિકલ્પ મળી જશે તો તેઓ ફરી નેતાજીની તરફેણમાં ચાલ્યા જાય તેમ છે. ત્યારે બીજી તરફ કોંગ્રસમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જો ભાજપને બિહાર બાદ યુપીમાં રોકવાનો શ્રેય લેવામાં તેની મહત્વની ભૂમિકા બની શકે તો તેમના માટે આ બાબત મોટી સફળતા ગણાશે.ત્યારે આવી સ્થિતિમાં પ્રશાંત કિશોર સાથે મુલાયમસિંહની મુલાકાતને પણ ખાસ મહત્વની ગણવામાં આવે છે. જોકે હવે જેવાનું એ છે કે શું આ બેઠકો બાદ આ રાજકીય દળ કોઈ સહમતિ અથવા મહાગઠબંધનની સ્થિતિ સુધી પહોંચી શકશે ખરા. તે પણ સવાલ છે.

You might also like