આ રાજ્યમાં નવવિવાહિત દંપતીને સરકાર આપશે કોન્ડોમ અને પ્રેગનેન્સી ટેસ્ટ કિટ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે રાજ્યમાં નવ પરિણીત યુગલોને શુકન રૂપે ખાસ ગિફ્ટ આપવાની યોજના બનાવી છે. સરકારે અત્યારે આ યોજના 57 જિલ્લાઓમાં શરૂ કરી છે. યૂપી સરકારની આ નવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા સંચાલિત ‘નઈ પહલ’ સ્કીમનો એક ભાગ છે.

હવે સ્વાસ્થ્ય વિભાગ આ જિલ્લાઓમાં નવ પરિણીત યુગલોને શુકનરૂપે કૉન્ડોમના પેકેટ, ગર્ભનિરોધક દવાઓ, પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ ઉપરાંત રોજિંદા વપરાશમાં આવતી વસ્તુઓ જેવી કે – કાંસકો, બિંદી, રૂમાલ, ટૉવલ વહેચશે. આ શુકનની અંદર મેરેજ રજિસ્ટ્રેશન ફોર્મ પણ હશે. શુકનની આ કિટની સાથે સ્વાસ્થ્ય વિભાગની તરફથી એક પત્ર પણ અપાશે, જેમાં પરિવાર નિયોજનના ફાયદાઓ વિશે જણાવાશે. આ પત્ર દ્વારા નવ પરિણીત યુગલોને 2 કે તેથી ઓછા બાળકો રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

વાસ્તવમાં આ પ્રકારનું શુકન આપવા પાછળનું સરકારનો હેતુ છે કે, લોકો પરિવાર નિયોજન પ્રત્યે વધારે જાગૃત બને. સરકારે જે 57 જિલ્લાઓને અત્યારે આ યોજનામાં શામેલ કર્યા છે ત્યાં જન્મદર ઘણો ઊંચો છે. આ યોજનાને ઈલાહાબાદમાં પણ શરૂ કરવામાં આવી છે. નવ પરિણીત લોકો સુધી આ શુકન પહોંચાડવાની જવાબદારી આશા કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે. આમાં આશા કાર્યકર્તા અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓ નંબર પણ આપવામાં આવશે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના અધિકારીઓનું કહેવું છે કે, આ કામ માટે આશા કાર્યકર્તાઓને ખાસ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવી છે. આગરા, મથુરા, ગાઝિયાબાદ, દેવરિયા, બલિયા, આઝમગઢ જેવા જિલ્લાઓ આશા કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે આ કામગિરી કરશે. એક રિપોર્ટ અનુસાર ભારત આગામી 7 વર્ષમાં ચીન કરતા વધુ વસ્તીવાળો દેશ બની જશે. આંકડાઓ અનુસાર, ભારતની વસ્તી વર્ષ 2024ની આસપાસ 1.44 અબજને પાર થઇ જશે.

You might also like