યુપીમાં બસ પર હાઈટેન્શન વાયર પડતાં છ જીવતાં ભડથુંઃ ૨૫ દાઝ્યા

હમીરપુર: ઉત્તર પ્રદેશના બાંદામાં આજે સવારે ઉત્તર પ્રદેશ રોડવેઝની બસ પર હાઈટેન્શન લાઈન પડવાથી છ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ૨૫ લોકો દાઝ્યા છે. આજે સવારે ઉત્તર પ્રદેશ રોડવેઝની એક બસ એક વીજળીના થાંભલા સાથે ટકરાયા બાદ લાઈવ હાઈટેન્શન વાયરની ચપેટમાં આવી જતાં આખી બસ સંપૂર્ણપણે સળગી જઈને ખાખ થઈ ગઈ હતી અને આ અકસ્માતમાં એક મહિલા સહિત છ લોકો બસમાં લાગેલી આગમાં જીવતાં ભડથું થઈ ગયા હતા.

બસ પર હાઈટેન્શન વાયર પડવાથી બસ એકાએક ઝડપથી સળગતાં સમગ્ર બસ આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી અને આ ઘટનાને ભારે અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી.

ભાથા-જશપુરા રોડની નજીક બાંદાથી હમીરપુર જઈ રહેલી ઉત્તર પ્રદેશ રોડવેઝની બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં એક હાઈટેન્શન વીજળીના થાંભલા સાથે ટકરાતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા ૨૫ લોકોને દાખલ કરવામાં આવ્યા છે. ડ્રાઈવર બિંદાપ્રસાદ અને કન્ડક્ટર અજયકુમાર સુરક્ષિત છે.
http://sambhaavnews.com/

You might also like