યુપીમાં કરાયો સર્વે : ખીલશે ‘કમળ’, બસપા બીજા અને સપા ત્રીજા સ્થાને

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે જોવા મળશે એવો એક ચેનલો સર્વે દર્શાવે છે. ભાજપનો 170થી 183 બેઠક પર વિજય થશે. જો કે તે યુપીમાં સૌથી મોટા પક્ષ તરીકે આવશે પણ બહુમતિથી દૂર રહેશે. જ્યારે સર્વેમાં માયાવતીની બસપા બીજા ક્રમે અને સપા ત્રીજા ક્રમે રહેશે. બસપાને 115થી 124 બેઠકો મળી શકે છે જ્યારે શાસક પક્ષ સપાને 94થી 103 બેઠક મળે તેવું સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે.

જ્યારે 27 વર્ષ બાદ રાજ્યમાં સત્તાસ્થાને વાપસી માટે મહેનત કરી રહેલ કોંગ્રેસના ફાળે માત્ર 8 થી 12 બેઠક રહેશે. સર્જીકલ સ્ટ્રાઇક બાદ સર્જાયેલા માહોલથી ભાજપને યુપી વિધાનસભામાં લાભ જોવા મળશે. જ્યારે કરાયેલા સર્વેમાં સીએમ તરીકે પહેલી પસંદગી બસપાના સુપ્રીમો માયાવતી રહ્યાં છે. સર્વેમાં 31 ટકા લોકો તેમને આગામી મુખ્યમંત્રી તરીકે જોવા ઇચ્છતાં હતા.27 ટકા લોકોની પસંદ સાથે વર્તમાન મુખ્યમંત્રી અખિલેશ બીજા ક્રમે જોવા મળ્યા. જ્યારે ભાજપના સીએમ ઉમેદવાર હજી સુધી નક્કી કરાયાં નથી, તેમ છતાં રાજનાથસિંહ 18 અને યોગી આદિત્યનાથ 14 ટકા લોકોની પસંદ છે.

You might also like