ઉત્તર પ્રદેશ અને બિહારમાં 26 એપ્રિલના રોજ વિધાન પરિષદની ચૂંટણી

ઉત્તર પ્રદેશ અને બિહારના રાજકારણમાં એક વાર ફરી ચૂંટણીને લઇને ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બંને રાજ્યોમાં વિધાન પરિષદની 24 બેઠકો આવતા મહીને ખાલી થઇ રહી છે. જેને 6 મે પહેલા ભરી દેવામાં આવશે.

ચૂંટણી આયોગ તરફથી પ્રેસ નોટમાં જણાવામાં આવ્યું છે કે દર 2 વર્ષે યોજાનારી વિધાન પરિષદની ચૂંટણીમાં આ વર્ષે યુપીમાં 13 અને બિહારમાં 11 બેઠક ખાલી થવાની છે. ઉત્તર પ્રદેશમાં 13 સભ્યોના કાર્યકાળ 5 મેના રોજ પુરો થઇ રહ્યો છે જ્યારે બિહારમાં 6 મેના રોજ પુરો થઇ રહ્યો છે.

આ બેઠકોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સિવાય ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ આ વર્ષે નિવૃત્ત થવાની યાદીમાં મોટું નામ છે. જો કે ફરીથી ચૂંટાવવાની બાબતમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીને કોઇ અડચણ આવશે નહી, તો બીજી તરફ અખિલેશ યાદવને પણ કોઇ વિઘ્ન નડશે નહી. આ બધા લોકો ફરી ચૂંટણી જીતી જશે તેવી શક્યતા જોવા મળી રહી છે.

યુપીના વિધાન પરિષદમાં સામેલ 13 સભ્યોમાં અખિલેશ સિવાય અંબિકા ચૌધરી, ઉમર અલી ખાન, મોહસિન રજા, નરેશ ચંદ્ર ઉત્તમ, મધુ ગુપ્તા વગેરેનો સમાવેશ થાય છે.

જ્યારે બીજી બાજુ બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારનો સમય પણ પૂર્ણ થઇ રહ્યો છે. બિહારમાં નીતિશ સિવાયઉપેન્દ્ર પ્રસાદ, ચંદ્રેશ્વર પ્રસાદ, મંગલ પાંડે, રાબડી દેવી, રાજ કિશોર સિંહ કુશવાહા, ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનો સમાવેશ થાય છે.

You might also like