આગરાના સ્ટુડેન્ટ્સે બનાવી કાર, 9 રૂપિયામાં ચાલશે 30 કિમી

એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, એવામાં આગરાના વિદ્યાર્થીએ એવી કાર બનાવી છે, જે પેટ્રોલ-ડીઝલ વગર 9 રૂપિયાના ખર્ચે 30 કિમી સુધી ચાલશે.

હકીકતમાં, શહેરના એસીઈ કોલજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ મેનેજમેન્ટના સ્ટુડેન્ટ્સે સોલર એનર્જીથી ચાલતી કાર બનાવી છે. કોલેજના સ્ટુડેન્ટ્સે શુક્રવારે સંજય પ્લેસમાં કારનું ટ્રાયલ કરી હતી.

સોલર એનર્જીથી ચાલનારી કારની ટેક્નિક ને કોલેજ પેટેન્ટ કરવાની તૈયારીમાં છે. વિદ્યાર્થીઓએ આ કારનું નામ ‘નીઝન’ રાખ્યુ છે. વિદ્યાર્થીઓના અનુસાર આ કાર ખુબ જ સસ્તી છે

10 મહિનાની મહેનત કર્યા બાદ તૈયાર કરવામાં આવેલી આ સોલાર કારના પ્રોજેક્ટ ડીઝાઈનિંગ લીડર આકાશ ગુપ્તા, ટીમ લીડર પ્રોડક્શન શાહરુખ મંસુરીની સાથે રાજ કુમાર, રવિશ પ્રતાપ, રોશન યાદવ, તારકેશ્વર, હ્યદેશ, ધીરેન્દ્ર સેને ટીચર્સના નિર્દેશનમાં તૈયાર કરી છે.

કોલેજના નિર્દેશક પ્રોફેસર સંયમ અગ્રવાલે જણાવ્યુ કે કારમાં ચાર બેટરીઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ સુધી માત્ર 16 હજાર રૂપિયાના ખર્ચે દરરોજ લગભગ 30 કિમીની યાત્રા કરી શકાશે.

આ હિસાબથી સોલર કારમાં 30 કિમીના સફર માટે માત્ર 9 રૂપિયા ખર્ચો થશે. પેટ્રોલ-ડીઝલ વગરની આ કાર પ્રદુષણ પણ નહિ કરે. વિદ્યાર્થીઓને આશા છએ કે તેમની આ ટેક્નિક રંગ લાવશે.

You might also like