પૌત્રએ જ ચોરી ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંની શરણાઇ : STFએ કરી ધરપકડ

વારાણસી : ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લા ખાના ઘરેથી ગત્ત મહિને ચોરી થયેલી ચાંદીની શરણાઇના કેસનો ઉકેલ આવી ચુક્યો છે. યૂપીનાં STFની વારણસી યૂનિટે ચોરી થયેલ પાંચમાથી ચાર શરણાઇઓને કબ્જે કરી લીધી છે. આ મુદ્દે દિવંગત ઉસ્તાદનાં પુત્રીના પુત્ર અને બે જ્વેલર્સની પણ ધરપકડ કરવામાં આવી છે.

STFએ શરણાઇની સાથે જ એક કિલોગ્રામથી વધારેની ચાંદી પણ જપ્ત કરી છે. દિવંગત ઉસ્તાદના ભાણા નારા હસન શાદાબની સાથે જ જ્વેલર પિતા- પુત્રની જોડી, શંકરલાલ સેઠ અને સુજીત સેઠને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાના ઘરેથી પાંચ શરણાઇ ચોરાઇ ગઇ હતી.

શરણાઇ ઉસ્તાદનાં ચૌક પોલીસ સ્ટેશનનાં ધુંધરાની ગલી ખાતેના વારસાગત ઘરેથી ચોરી થઇ હતી. આ મુદ્દે ફરિયાદ પાંચ ડિસેમ્બરનાં ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. ચોરીની ફરિયાદ ઉસ્તાદનાં પુત્ર કાજિમે નોંધાવી હતી. તેમણે ચોરી પાછળ ભાઇ નાજિમનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી હતી. બંન્ને પુત્રો વચ્ચે લાંબા સમયથી સંપત્તિ વિવાદ ચાલી રહ્યો છે. ચાંડીની શરણાઇમાંથી એક પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, બીજી બિહારનાં પુર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, ત્રીજી પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે ભેટમાં આપી હતી.

You might also like