ઉસ્માનપુરાની હોટલમાં વહેલી સવારે અાગ લાગતાં દોડધામ

અમદાવાદ: ઉસ્માનપુરા વિસ્તારમાં અાવેલી એક હોટલમાં વહેલી સવારે ભીષણ અાગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ સાધન-સામ્રગી સાથે તાબડતોબ પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી ભારે જહેમત બાદ અાગને કાબૂમાં લીધી હતી.

અા અંગેની વિગત એવી છે કે ઉસ્માનપુરામાં અાવેલી કનક હોટલના ત્રીજા માળે અાવેલા સ્ટોરરૂમમાં મોડી રાતે અચાનક જ અાગ ફાટી નીકળી હતી. અા હોટલના ૧૩ રૂમમાં ત્રીસ જેટલા લોકો રોકાયા હતા. અાગની જાણ થતાં જ લોકોએ ભયના કારણે નાસભાગ કરી મૂકી હતી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોએ ફાયર ફાઈટરો અને વોટર ટેન્કર સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈ હોટલમાંથી ૩૦ લોકો અને અન્ય સ્ટાફને નીચે ઉતારી તમામને બચાવી લીધા હતા. અાગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. અાગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like