યુએસ-જાપાનની મદદથી સાઉથ કોરિયાનો નોર્થ કોરિયા સામે જંગ

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાને તેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો ભારત પાકિસ્તાનનું યુદ્ધ કે કારગિલ જેવી લડાઇ પણ થાય તો યુએસ આપણી સાથે રહે તેવી શક્યતા ઓછી છે, પરંતુ નોર્થ કોરિયા સામે લડવા માટે સાઉથ કોરિયાને તમામ મદદની તૈયારી યુએસે કરી છે. તેમની સાથે જાપાન પણ છે.

નોર્થ કોરિયાના તાનાશાહે હાલના સમયમાં જ ૨૨ બેલાસ્ટિક મિસાઇલ્સના ટેસ્ટ કર્યા છે. તે છેક અમેરિકા પર હુમલો કરી શકે તેવી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલનું પરીક્ષણ કરે તેવી વાત પણ છે. તેની પાસે પાકિસ્તાને આપેલી પરમાણુ બોમ્બની ટેક્નોલોજી પણ છે. તેણે પરમાણુ પરીક્ષણો પણ કર્યાં છે અને હથિયારો પણ ડેવલપ કર્યાં છે. બીજી બાજુ ચીન તેના મૂક સમર્થનમાં છે. એટલે યુએસ સ્વાભાવિક રીતે સાઉથ કોરિયાની મદદ કરે. તે ઉપરાંત જાપાનને પણ નોર્થ કોરિયાથી ખતરો છે એટલે તે પણ સાથે આવી ગયું છે.

વર્ષ ૨૦૧૦ પછી પહેલી વાર સાઉથ કોરિયા, જાપાન અને યુએસએ મળીને હાલમાં જ સંભવિત યુદ્ધ અંગે બેઠક કરીને સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. આ દેશોએ કહ્યું કે નોર્થ કોરિયાથી ખતરો છે એટલે તમામ પ્રકારની તૈયારી જરૂરી છે. યુએસ દ્વારા નોર્થ કોરિયામાં વિમાનો ઉતારવા માટેનાં થાણાને એલર્ટ કરાયું છે. જો પરમાણુ બોમ્બથી એટેક કરવામાં આવે તો તેને કાઉન્ટર કેવી રીતે કરવું તે માટેની તૈયારી પણ કરવામાં આવી રહી છે.

You might also like