DCP ઉષા રાડાએ કર્યા ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન

અમદાવાદ : હાલનાં સોશિયલ મીડિયાનાં આ યુગમાં ફેસબુક ફ્રેન્ડશિપ અને ત્યાર બાદ લગ્નનાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જો કે હવે અમદાવાદ ઝોન-2નાં ડીસીપી તરીકે ફરજ બજાવતા ઉષા રાડા પણ આ યાદીમાં જોડાઇ ગયા છે. ઉષા રાડા પોતાનાં ફેસબુક ફ્રેન્ડ નરેશ કાળુભાઇ દેસાઇ સાથે લગ્નગ્રંથીથી જોડાયા છે. લગન્માં ઉષા રાડાની દીકરી નુપુર પણ અમેરિકાથી અમદાવાદ આવી પહોંચી હતી.

ઉષા રાડા અને નરેશ દેસાઇએ પરિવારનાં ગણતરીનાં સભ્યોની હાજરીમાં કોર્ટમાં લગ્ન કર્યા હતા. કોર્ટ મેરેજ બાદ પરિવારનાં સભ્યો માટે નાનુ ફંક્શન રાખવામાં આવ્યું છે. જેમાં બંન્નેનાં પરિવારનાં સભ્યો અને કુટુંબના ગણતરીનાં સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેશ દેસાઇ 15 વર્ષથી લંડન રહે છે. હીથ્રો એરપોર્ટ પર નોકરી કરે છે. નરેશ અને ઉષા રાડા અગાઉ ક્યારે પણ રૂબરૂમાં મળ્યા નથી. બંન્ને માત્ર ફેસબુક દ્વારા પરિચયમાં આવ્યા હતા.

ફેસબુક પર ચેટિંગ દરમિયાન બંન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યાર બાદ તેમણે એક બીજાનાં વોટ્સએપ નંબરની આપ લે કરીને વોટ્સએપ દ્વારા ચેટિંગ કરતા હતા. ચેટિંગ દરમિયાન નરેશે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો જેની ઉષા રાડાએ સંમતી આપી હતી.

You might also like