ખૂબ કામમાં આવી શકે છે તમારો જૂનો ફોન, જાણો તેના ઉપયોગો

તમારો સ્માર્ટફોન જૂનો થઇ ગયો હોવા છતાં પણ ખૂબ કામનો હોય છે. કેટલાલ લોકો ફોન ખૂબ જૂનો થવા પર એને ઓચા ભાવમાં વેચે છે અથવા એનો ઉપયોગ બંધ કરી દે છે. જૂના ફોનનો તમે ક્રિએટીવ ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને એવા જ આઇડિયા જણાવી રહ્યા છે જે જૂના સ્માર્ટફોન દ્વારા કરવામાં આવી શકે છે.

1. GPS
ફોનમાં HERE WEGO અને GOOgle Maps જેવી એપ ડાઉનલોડ કરી નાંખો. એનાથી જૂનો ફોન જીપીએસનું કામ કરશે. રસ્તો શોધવામાં સમસ્યા આવશે નહીં.

2. ડિજીટલ ફોટોફ્રેમ
ડિજીટલ ફોટોફ્રેમ જેવી એપ ફોનમાં ડાઉનલોડ કરો. હવે ફોનને કોઇ પણ એક જગ્યાએ રાખીને ફેમિલી મેમ્બર્સ, મિત્ર અથવા પોતાના ફોટો સ્લાઇડ શો દ્વારા દેખો.

3. યૂનિવર્સલ રિમોટ કંટ્રોલર
જો તમરો જૂનો ફોન IR blaster ની સાથે આવ્યો છે. તો એનો ઉપયોગ તમે યૂનિવર્સલ રિમોટ કંટ્રોલર તરીકે કરી શકો છો. Easy Univrsal Tv Remote જેવી એપ દ્વારા આ કામ કરવામાં આવી શકે છે.

4. Ebook રીડર
તમે જૂના ફોનનો ઇબુક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. અમેઝોન, barnes, noble અને kobo જેવી કંપનીઓને પોતાની એપ છે. એને ડાઉનલોડ કરીને રીડિંગની મજા લઇ શકો છો.

5. વાયરલેસ હોયસ્પોટ
આજકાલ દરેક લોકો ઇન્ટરનેટથી કનેક્ટ રહેવા ઇચ્છે છે. તમે એક સેપરેટ સિમ લઇને 3g અથવા 4G ડેટા પેક નંખાવી દો, પછી તેનો ઉપયોગ વાયરેલસ હોટસ્પોટની જેમ કરો.

6. કેમેરા
સારા કેમેરા વાળા સ્માર્ટફોનનો ઉપયોગ તમે કેમેરાની જેમ કરી શકો છો. IP Webcam અને tinycam monitor જેની એપ ફોનમાં નાંખી દો. વેબ બ્રાઉઝર દ્વારા લાઇવ વીડિયો જોઇ શકો છો.

http://sambhaavnews.com/

You might also like