ક્રેડિટ કાર્ડ યૂઝર્સ ધ્યાન આપે.. આવી રીતે બચાવી શકો છો ઘણા બધા રૂપિયા

સામાન્ય રીતે એવુ જોવામાં આવે છે કે આપણો પગાર પરિવારના ખર્ચને લઇને ઓછો પડતો હોય છે. એવામાં આપણે પગાર સિવાય બીજી કમાણીનો વિકલ્પ શોધતા હોઇએ છીએ અથવા ભાઇબંધ પાસે અથવા બેન્કમાંથી લોન લેતા હોઇએ છીએ. જો કે તેની સિવાય એક વધુ રસ્તો છે તે છે ક્રેડિટ કાર્ડ.

બેન્ક આપણી ઇન્કમના હિસાબે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ પર મળતા રૂપિયામાંથી ખર્ચ કર્યા બાદ આપણે સમય-સમયે તેનુ બિલ ચુકવવું પડે છે. જો તમે બિલ સમયસર ભરો છો તો તમારો ક્રેડિટ સ્કોર સારો રહે છે અને તમને બેન્કમાંથી લોન લેવામાં અથવા બીજા ક્રેડિટ કાર્ડ લેવામાં કોઇ સમસ્યા થતી નથી.

જાણો શું છે ક્રેડિટ સ્કોર?
ક્રેડિટ સ્કોર ત્રણ અંકવાળો એક નંબર છે જેનાથી ખબર પડે છે કે તમે કેટલી લોન લીધી છે અને તેની ચૂકવણી સમયસર કરો છો કે નહીં. બેન્ક કોઇપણ લોન આપતા પહેલા ક્રેડિટ સ્કોર ચેક કરે છે. તમને ક્રેડિટ કાર્ડ આપતા અગાઉ પણ ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે.

જો તમે નિયમિત રીતે લોન ચૂકવણી કરી હોય છે તો તમારો ક્રેડિટ સ્કોર ઘણો સારો હોય છે. જેટલો સારો ક્રેડિટ સ્કોર હોય છે એટલી જ આસાનીથી લોન મળે છે. ક્રેડિટ સ્કોરને 24 મહીનાના હિસાબ પરથી તૈયાર કરવામાં આવે છે. જો તમે ક્રેડિટ કાર્ડ બિલ અને ઇએમઆઇની ચુકવણી સમયસર કરી છે અને ક્રેડિટનો 40 ટકા ખર્ચ કર્યો છે તો હાઇ ક્રેડિટ સ્કોર બનવામાં મદદ કરે છે.

જો તમે આમ નથી કરતાં તો તમને લોન લેવામાં પરેશાની થઇ શકે છે. જો તમારી પાસે હાઇ ક્રેડિટ સ્કોર છે તો તમે વધારેમાં વધારે ક્રેડિટ કાર્ડ માટે એપ્લાઇ કરી શકો છો.

લોન આપનાર પહેલા લોન ટ્રાન્સફર માટે તમારો પગાર, એમ્પલોઇમેની તપાસ કરશે. જો તમારી પાસે હાઇ ક્રેડિટ સ્કોર છે અને ચાલુ અથવા અગાઉની લોન સમયસર ચુકવી છે તમે તમારી લોન ટ્રાન્સફર કરી શકો છો.

You might also like