ખૂબસૂરત લુક માટે કન્સીલરનો આ રીતે કરો ઉપયોગ

ચહેરા પરના દાગ-ધબ્બાને છુપાવવા માટે છોકરીઓ કન્સીલરનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ જો તમે તેનો સાચી રીતે ઉપયોગ ન કરો તો ચહેરો ખરાબ દેખાય છે. કન્સીલરનો સાચુ પરીણામ પ્રાપ્ત કરવા કેટલીક જરૂરી વાતનું ધ્યાન રાખવું જોઇએ.

અંડર-આઇ બેગ્સ માટે લિક્વિડ કન્સીલરનો કરો ઉપયોગ
જો તમે ડાર્ક સર્કલ અને અંડર-આઇ બેગ્સની સમસ્યાથી પરેશાન છો સમય આવી ગયો છે કે હવે પીચ-બેસ્ડ લિક્વિડ ફાઉન્ડેશન લગાવો. પીળા કલરના કન્સીલનો ઉપયોગ ન કરવો કારણ કે તે તમારી આંખોની નીચેના ભાગને વધુ ડાર્ક કરી દેશે અને તેની સાથે આંખોને નીરસ દેખાડશે. કન્સીલરને સેટ કરવા માટે લૂઝ પાવડરથી ફિનિશ કરવાનું ના ભૂલશો.

જો ડાર્ક સ્પોટ્સ હોય તો ક્રીમ કન્સીલરનો ઉપયોગ કરો. ક્રીમ બેઝ કન્સીલર ડાર્ક સ્પોટને ઢાંકવા માટે સાચું છે. ઉંડા ખાડાને બ્રશથી કન્સીલર કરો. હાઇલાઇટ કરવા માટે થોડુ લિફ્ટિંગ કન્સીલર લગાવો.

જા ખીલ હોય તો કન્સીલર પેન્સિલનો ઉપયોગ કરો. જો ચહેરા પર ખીલની આસપાસ આછા લીલા રંગનો કન્સીલર લગાવો. ખીલ અને તેના ડાઘ પર કન્સીલર પેન્સિલ સૌથી સારુ કામ કરે છે.

હોઠની આસપાસ કાળા ડાઘની ઉપર સફેદ કન્સીલરનો ઉપયોગ કરો. ડાર્કનેસને છુપાવવા માટે બ્રશની મદદથી હોઠની ચારેબાજુ સફેદ કન્સીલરનો ઉપયોગ કરો.

You might also like