કનોલા ઓઈલનો ઉપયોગ યાદશક્તિ અને શીખવાની ક્ષમતા બગાડે

બીજાં વેજિટેબલ ઓઈલ્સ કરતાં કનોલા ઓઈલ સસ્તું અને સરળતાથી મળી જતું હોવાથી એને હેલ્ધી ટેગ સાથે માર્કેટ કરવામાં આવે છે, પરંતુ એ હકીકતમાં સ્વાસ્થ્યવર્ધક નથી. અમેરિકાની ટેમ્પલ યુનિવર્સિટીના નિષ્ણાતોના મતે કનોલા ઓઈલ મગજની કાર્યક્ષમતા પર અસર કરે છે.

આ ઓઈલનો લાંબો સમય ઉપયોગ કરવાથી યાદશક્તિ ખોરવાય છે. મગજમાં ખાસ પ્રકારનો પ્લાક જમા થવાને કારણે ઓલ્ઝાઈમર્સ જેવાં લક્ષણો દેખા દે છે. વિદેશોમાં આ બાબતે હવે જાગૃતિ ફેલાઈ રહી છે, પણ ભારતમાં હજીય કનોલા ઓઈલને હેલ્ધી અને ટેસ્ટી ઓઈલ તરીકે માર્કેટ કરવામાં આવે છે.

નિષ્ણાતોએ પ્રાણીઓ પર કરેલા પ્રયોગમાં જોવા મળ્યું હતું કે મગજમાં ચોક્કસ ભાગમાં ઓલ્ઝાઈમર્સને કારણે પ્લાકજમા થવાની ક્રિયા શરૂ થઈ ચૂકી હોય એવાં પ્રાણીઓમાં કનોલા ઓઈલના સેવનથી પ્લાક જલદી વધે છે અને યાદશક્તિ તેમ જ નવું શીખવાની ક્ષમતા ક્ષીણ થવા લાગે છે. આ જ પ્રકારની અવસ્થા ધરાવતાં પ્રાણીઓમાં જો ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે તો પ્લાક જમા થઈે મગજના ચોક્કસ ભાગને ડેમેજ થવાની પ્રક્રિયા ઘટી શકે છે.

You might also like