આવી રીતે એપ્લીકેશન તેમજ ઇન્ટરનેટ વગર ઉપયોગ કરો ફેસબુકનો

જો તમારી પાસે ફેસબુકની એપ્લીકેશન ના હોય તો તમે ઘણા પ્રકારથી ફેસબુકનો ઉપયોગ કરી શકો છો. પોસ્ટ, વીડિયો અને ફોટો અપલોડ કર્યા ઉપરાંત ફેસબુકમાં એવા ઘણા કામ છે જે એપ્લીકેશન વગર કરી શકાય છે. ફક્ત સ્માર્ટફોન હોવો જોઇએ.

ઇન્ટરનેટ વગર ફેસબુક ચલાવો
ઇન્ટરનેટ વગર ફેસબુક ચલાવવા માટે તમારે ફક્ત એક કોડ ડાયલ કરવો પડશે *325# ત્યારબાદ ફેસબુકનું લોગઇન આઇડી અને પાસવર્ડ નાંખવો પડશે. જેવું તમે લોગઇન કરશો ફેસબુકની ટાઇમલાઇન અને ન્યૂઝ ફીડ સાથે પોસ્ટ ઉપરાંત બીજી વસ્તુઓ એક્સેસ કરી શકશો.

ફેસબુક બર્થ ડે
ઘણી એપ્લીકેશનો છે જેની મદદથી તમે ફેસબુકમાં આપેલી બર્થ ડે સ્ટેટ્સ ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત તમે ગૂગલ કેલેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. એના માટે ફેસબુક કેલેન્ડરના યૂઆરએલને કોપી કરીને ગૂગલ કેલેન્ડર માં જઇને પોસ્ટ કરી દો.

ઇવેન્ટ ઇનવિટેશન માટે
જો તમે ફેસબુકમાં આવનારી ઇન્વીટેશનને ભૂલી ગયા છો તો એવામાં એક્સપોર્ટ ઇવેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરીને બધી ઇવેન્ટ ડાઉનલોડ કરી શકો છો. એના માટે ફેસબુક હોમપેજની ડાબી બાજુ જઇને એક્સપોર્ટ ઇવેન્ટ ઓપ્શન પર ક્લિક કરો અને દરેક ઇવેન્ટ એક્સપર્ટ કરી લો.

કોન્ટેક્ટ ઇમ્પોર્ટ કરી લો
તમે તમારા ફેસબુકમાં સેવ કરેલા બધા કોન્ટેક્ટ એત સાથે ડાઉનલોડ કરવા ઇચ્છો છો તો તેના માટે પેસબુકના સેટિંગમાં જાવ અને નીચે આપેલા સેવ કોન્ટેક્ટ ઓપ્શનમાં જઇને બધા કોન્ટેક્ટ ડાઉનલોડ કરો.

ચેટ કોન્ટેક્ટ સેવ કરો
ચેટ કોન્ટેક્ટ સેવ કરવા માટે કેટલીક થર્ડ પાર્ટી એપ્લીકેશન રહેલી છે. જેની મદદથી ચેટ કરનાર લોકોના કોનટેક્ટ સેવ કરી શકો છો. જેમ Adium, Trillian એપ્લીકેશન.

ફેસબુકનું બેકઅપ લો
તમે તમારી ફેસબુકની જાણકારીનું બધું બેકપ લેવા ઇચ્છો છો, તો તેના માટે Archive Facebook નામનું એક્ટેન્શન ઉપયોગ કરી શકો છો. એ તમને મોઝિલા પર તમને મળી જશે.

ચેટ હિસ્ટ્રી સેવ કરી લો
જો તમારે કોઇ ચેટ સેવ કરવી છે તો તેના માટે બ્રાઉઝર એક્ટેન્શન ઉપયોગ કરી શકો છો. ફેસબુક ચેટ હિસ્ટ્રી એક્ટેન્શન ઇન્સ્ટોલ કરીને તમે ફેસબુકનું બધી ચેટ હિસ્ટ્રી સેવ કરી શકો છો.

ઇમેલ દ્વારા નોટીફિકેશન મેળવો
ફેસબુક નોટિફિકેશન ઇમેલ દ્વારા મેળવવા માટે સેટિંગ ઓપ્શન પર જાવ અને નોટીફિકેશન પર ક્લિક કર્યા પછી ઇમેલ ઓપ્શનનો ઉપયોગ કરો.

એસએમએસ દ્વારા નોટીફિકેશન
જો તમે ફેસબુક નોટીફિકેશન મેસેજ દ્વારા મેળવવા માંગો છો તો તેના માટે સેટિંગમાં જાવ , નોટિફિકેશન પર ક્લિક કરો અને નોટિફિકેશનમાં જઇને તમારો નંબર સેટ કરો.

ફેસબુકને અનબ્લોક કરો
બની શકે છે તમારું ફેસબુક ક્યાંય બ્લોક હોય જેમ કે કોલેજ અથવા ઓફિસ એવામાં Facebook Unblock નામનું એક્ટેન્શનનો ઉપયોગ કરી શકો છો. જેની મદદથી બ્લોક ફેસબુક પણ ઓપન કરી શકાય છે.

You might also like