‘મેડલ મશીન’ ઉસેન બોલ્ટે ઓલિમ્પિકમાં નવમો ગોલ્ડ જીત્યો

રિયોઃ ઓલિમ્પિકમાં ઉસેન બોલ્ટે ફરી એક વાર સાબિત કરી આપ્યું છે કે આ ધરતી પર તેનાથી ઝડપી દોડનારું અન્ય કોઈ નથી. બોલ્ટે એથ્લેટિક્સની દુનિયામાં નવો ઇતિહાસ રચી નાખ્યો છે. જમૈકાની ટીમનું નેતૃત્વ સંભાળતા બોલ્ટે 4×100 મીટર રીલેમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જમૈકીની ટીમે ૩૭.૨૬ સેકન્ડમાં રેસ પૂરી કરીને પહેલું સ્થાન હાંસલ કર્યું હતું, જાપાનની ટીમ બીજા સ્થાને રહી હતી.
બોલ્ટનો રિયો ઓલિમ્પિકમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. તે ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. બોલ્ટે ઓલિમ્પિકમાં હેટ્રિકની હેટ્રિક બનાવી છે. આ તેની ત્રીજી ઓલિમ્પિક છે અને દરેક વખતે તેણે પોતાની મનપસંદ ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને 4×100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

You might also like