૨૦૦ મીટરની સેમિફાઇનલમાં પહોંચ્યો ઉસેન બોલ્ટ

રિયોઃ જમૈકાનો ચમત્કારિક રનર ઉસેન બોલ્ટ રિયો ઓલિમ્પિકમાં ગઈ કાલે પુરુષોની ૨૦૦ મીટર ઇવેન્ટની ક્વોલિફાઇંગ હિટ-૯માં ટોપ પર રહીને સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. વર્તમાન ચેમ્પિયન બોલ્ટ સતત ત્રીજી વાર ગોલ્ડ મેડલ માટે ટ્રેક પર દોડશે. જોકે હિટ સ્પર્ધામાં તે પોતાની ક્ષમતાથી ઘણું ધીમું દોડ્યો હતો. બોલ્ટ ૨૦.૨૭ સેકન્ડના સમ સાથે પોતાની હિટમાં તો સૌથી આગળ રહ્યો, પરંતુ કુલ રેન્કિંગમાં તે ૧૫મા સ્થાનની સાથે સેમિફાઇનલમાં પ્રવેશી શક્યો છે.

કેનેડાના આન્દ્રે દી ગ્રાસે ૨૦.૦૯ સેકન્ડના સમય સાથે ટોચના સ્થાને રહ્યો. હિટ રાઉન્ડમાં સામેલ રહેલા જમૈકાના બધા સ્પર્ધકો સેમિફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યા હતા. યોહાન બ્લેક ૨૦.૧૩ સેકન્ડ સાથે ત્રીજા સ્થાને અને નિકેલ અશ્મીદે ૨૦.૧૫ સેકન્ડના સમય સાથે ચોથા સ્થાને રહ્યા હતા.

You might also like