અમેરિકામાં ગેરકાયદેસર વસતા લોકોની ટ્રમ્પ કરશે હકાલપટ્ટી, ગુજરાતીઓની ખેર નથી

ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવતા અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જલદી જ ગેરકાયદેસર અમેરિકામાં વસવાટ કરી રહેલા 30 લાખ ઇમિગ્રન્ટ્સને હકાલપટ્ટી કરવાની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓને અમેરિકામાંથી બહાર કરવા અથવા જેલમાં મોકલવા આવી રહ્યા છે.

એક અંદાજ પ્રમાણે અમેરિકામાં ગેરકાયદેસર વસતા 1.1 કરોડની હક્કાલપટ્ટી કરવામાં આવશે, જેઓ પાસે દસ્તાવેજ નથી. આમાંથી હજારોની સંખ્યામાં ભારતીય-અમેરિકનો પણ છે. મોટી સંખ્યામાં મેક્સિકોથી આવેલા લોકો પણ ગેરકાયદેસર વસી રહ્યા છે.

ટ્રેમ્પે અમેરિકાની સીબીએસ ન્યૂઝને આપેલા નિવેદન પ્રમાણે કહ્યું છે કે, ‘અમે એવા લોકોને શોધી રહ્યા છીએ, જેઓ અપરાધી છે અને તેઓનો ગુનાઇત રેકોર્ડ છે, તેઓ ગેંગના સાગરિત છે, તેઓ ડ્રગ માફિયા છે. એવામાં આવા લોકોની સંખ્યા આશરે 20 લાખ અથવા 30 લાખ સુધી હોઈ શકે છે. અમે તેઓની અમારા દેશમાંથી હકાલપટ્ટી કરવા જઈ રહ્યા છીએ. તેઓ અહીં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે એટલે અમે તેઓને દેશની બહાર કાઢવા જઈ રહ્યા છીએ.’

You might also like