આંતકી હોવાની શંકાના આધારે 3 મહિનાની બાળકીની કરાઇ પૂછપરછ!

લંડનઃ ત્રણ મહિનાની માસૂમને આતંકી ગતિવિધિઓમાં જોડાણ હોવા મામલે અમેરિકી દૂતાવાસે પૂછપરછ માટે બોલાવી હતી. વાત જાણીને થોડી અજીબ લાગતી હશે. પરંતુ આ વાત તદ્દન સાચી છે. આ ઘટના લંડનના ગ્રોસવેનર સ્ક્વાયર સ્થિત અમેરિકી દૂતાવાસની છે. આ માસૂમ બાળકીનું નામ હાર્વે કેન્યોન છે. આ માસુમ હાર્વે, ક્લોરિડાથી ઓરલેન્ડો માટે વિદેશમાં રજાઓ માંણવા માટે પહેલી વખત ઉડાણ ભરવાની હતી. પરંતુ તેના દાદા પોલ કેનોન વીઝા ફોર્મ ભરતી વખતે એક ભૂલ કરી બેઠા. જેના કારણે ત્રણ મહિનાની માસૂમની અમેરિકી દૂતાવાસ દ્વારા કલાકો પૂછપરછ કરવામાં આવી.

વીઝા પાસપોર્ટ માટે ભરવામાં આવતા ફોર્મમાં પૂછવામાં આવેલા એક પ્રશ્ન ‘શું તમે કોઇ આતંકવાદી ગતિવિધિયો, જાસૂસી, તોડફોડ કે નરસંહારમાં શામેલ થયેલા છો?’ તે પ્રશ્નના જવાબ તેના દાદા ન સમજી શકતા અને તે પ્રશ્ન પર તેમણે ટિક કરી દીધી જેને કારણે આટલો મોટો વિવાદ સર્જાય હતો. માસુમના પરિવારને પણ આ વાતની માહિતી ત્યારે મળી જ્યારે તે એરપોર્ટ પર ઉડાણ ભરવા માટે  પહોંચ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીએ હાર્વેને વિમાનમાં ન બેસવા દેવા અંગે કહ્યું હતું. સાથે જ પૂછપરછ માટે અમેરિકી દૂતાવાસ પાસે જવાનો નિર્દેશ કર્યો હતો.

http://sambhaavnews.com/

You might also like