સમય આવ્યે પરમાણૂ હૂમલો કરતા પણ અચકાઇશું નહી : અમેરિકા

વોશિંગ્ટન : અમેરિકા અને ઉત્તર કોરિયાના સંબંધો સતત વણસી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ ઉત્તર કોરિયાએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ટ્રમ્પ પ્રસાશન નોર્થ કોરિયા વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરશે તો નોર્થ કોરિયા અમેરિકા પર પરમાણુ હુમલો કરતા પણ અચકાશે નહીં અને વ્હાઈટ હાઉસને ફૂંકી મારશે. નોર્થ કોરિયાની આ ધમકી બાદ અમેરિકાએ તેના નાગરિકોને જણાવ્યું છે કે, તેઓ ઉત્તર કોરિયાનો પ્રવાસ ન કરે. કારણકે આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળી શકે છે.

અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે વધી રહેલા તનાવને કારણે નોર્થ કોરિયા અત્યાર સુધીમાં અમેરિકાના 4 નાગરિકની અટકાયત કરી ચુકયું છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ઉત્તર કોરિયા તરફથી જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયામાં અમેરિકન નાગરિકની ધરપકડ કરવા અમે સ્વતંત્ર છીએ અને તેને કેદી બનાવીને રાખી શકીએ છીએ. ઉપરાંત આ નાગરિકો વિરુદ્ધ નોર્થ કોરિયામાં યુદ્ધ કેદી જેવો વ્યવહાર કરી કેસ ચલાવવામાં આવે છે.

You might also like