ટ્રાફીક નિયમ તોડનાર અશ્વેત યુવકને ચાર ગોળી ધરબી દેવાઇ

વોશિંગ્ટન : અમેરિકાનાં મિનિસોટામાં પોલીસે એક અશ્વેતને ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ તે વ્યક્તિની ગર્લફ્રેન્ડે મરતા પોતાનાં બોયફ્રેન્ડનાં અંતિમ શ્વાસોનો વીડિયો ફેસબુક પર લાઇવસ્ટ્રીમ કરી દીધો હતો. આ વીડિયો વાઇરલ થયો છે.

આ વ્યક્તિની ઓળખ એક શાળાનાં કેફેટેરિયામાં કામ કરનારા વ્યક્તિ ફલાંદો તરીકે થઇ છે. પોલીસે કહ્યું કે આ વ્યક્તિને કારની બહાર કાઢીને ગોળી મારવામાં આવી હતી જ્યારે તે ફાલ્કન હાઇટ્સ શહેરમાં ડ્રાઇવ કરી રહ્યો હતો. આ હૂમલા બાદ આ વ્યક્તિની ગર્લફ્રેન્ડ લૈવિશ રેનોલ્ડ્સે પોતાનાં ફોનમાંથી વીડિયો બનાવ્યો હતો.

(પોતાનાં બોયફ્રેન્ડની અંતિમ પળોનો વીડિયો બનાવી રહેલી યુવતિ)

અહેવાલ અનુસાર ફિલાંદોને ટ્રાફીકનાં નિયમો તોડવાનાં આરોપમાં પોલીસે અટકાવ્યો હતો. જ્યારે તે પોતાનાં પર્સમાંથી આઇડી કાઢીને દેખાડવા પાછો વળ્યો તો તેની કારમાં ગન પણ દેખાઇ હતી. જેનાં કારણે પોલીસે તેને હાથ ઉપર રાખવા કહ્યું હતું. આ જ ઘટનાં દરમિયાન પોલીસે તેને ગોળી મારી દીધી હતી. ફિલાંદોની ગર્લફ્રેન્ડનાં અનુસાર તેની પાસે ગનનું લાઇસન્સ હતું.

આ સમગ્ર ઘટનાં ક્રમનો વીડિયો તેની ગર્લફ્રેન્ડે બનાવ્યો હતો. રોનાલ્ડ્સે આ વીડિયોને પોતાનાં ફેસબુક પેજ પર શેર કર્યો હતો. જેમાં તે કહી રહી છે કે, ઓહ માય ગોડ પ્લીઝ તમે એવું ના કહેતા કે તેનું મોત થઇ ગયું છે. પ્લીઝ મને એવું ના કહેતા તે તે આ સમયે તમને છોડીને ચાલી ગયો છે. તેને ચાર ગોળીઓ મારવામાં આવી છે. આ વીડિયોમાં ફિલાંદો ડ્રાઇવીંગ સીટ પર બેઠેલો છે. તેનાં શરીરમાંથી સતત લોહી વહી રહ્યું છે. રોનોલ્ડ્સ આ દરમિયાન આગળની પેસેન્જર સીટમાં બેઠેલી છે.

You might also like