ચીન પર અંકુશ લગાવવા માટે અમેરિકાને ભારતની જરૂર : અમેરિકી થિંક ટેક

વોશિંગ્ટન : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ચીન સાથે મિત્રતા વધારવાનાં પ્રયાસો કરી રહ્યા છે. બીજી તરફ અમેરિકાનાં ઉચ્ચ થિંકટેકે તેમને ભારતને વધારે મહત્વ આપવા માટેની સલાહ આપી છે. અમેરિકા માટે ભારતને ખુબ જ મહત્વનું ગણાવતા એટલેન્ટિક કાઉન્સિલે ટ્રમ્પ તંત્રને કહ્યું કે ચીનનાં વધી રહેલા પ્રભાવને રોકવા માટે અમેરિકાને ભારતની જરૂર પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકન યાત્રા પહેલા અમેરિકાનાં ટોપ થિંકટેક એટલેન્ટિક કાઉન્સિલે પોતાની પોલિસી પેપર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ફ્રોમ અ બેલેન્સિંગ ટૂ લિડીંગ પાવરમાં કહ્યું, ચીને આર્થિક અને સૈન્ય બંન્ને મોર્ચા પર પ્રગતી કરી છે. આ વાતનો ઉલ્લેખ કરતા અમેરિકાએ પોતાનાં વૈશ્વિક અને ક્ષેત્રીય પ્રભુત્વ સુનિશ્ચિત કરવા માટે ત્યાં પોતાનાં સંસાધનો લગાવવાની જરૂર છે.

પોલીસી પેપરને પુર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી અને સાઉત એશિયા સેન્ટર ઓફ ધ એટલેન્ટિક કાઉન્સિલનાં નિર્દેશક ભારત ગોપાલસ્વામીએ સંયુક્ત રીતે લખ્યો છે. જેમાં કહેવાયું છે કે ટ્રમ્પને તે ભરોસો અપાવવાની જરૂર છે કે ભારત માત્ર બીજિંગનાં પાવરને બેલેન્સ કરવા માટે ક્ષેત્રીય સહારો નથી પરંતુ અમેરિકી વિદેશ નીતિમાં સર્વોચ્ચ પ્રાથમિકતા પર છે.

You might also like