અમેરિકાની પાક.ને ચેતવણીઃ આતંકવાદ સાવધાન! હાફિઝ સઇદની કરો ધરપકડ

મુંબઇ હુમલાનાં માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદની મુક્તિ પર અમેરિકાએ પાકિસ્તાનને એક વાર ફરીથી ચેતવણી આપી છે. અમેરિકાએ પાક.ને કહ્યું કે,”હાફિઝ સઇદની મુક્તિ બાદ જે ખરાબ પરિણામો આવશે તેનાં માટે પાકિસ્તાને હવે તૈયાર રહેવું પડશે.”

અમેરિકાએ વધુમાં જણાવ્યું કે, જો પાકિસ્તાને હાફિઝ સઇદ પર જલ્દી કાર્યવાહી કરવી જોઇએ. નહીં તો તેની અસર પાક. અને અમેરિકાનાં સંબંધો પર પણ થશે. હાફિઝ સઇદની મુક્તિ બાદ વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કર્યું છે કે,”જેમાં કહ્યું કે હાફિઝ સઇદની મુક્તિ બાદ પાક.ને લઇ આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ જ ખરાબ સંદેશ આપ્યો છે.

જો કે હાફિઝની મુક્તિ પર અમેરિકાએ કહ્યું હતું કે લશ્કરનાં ચીફ હાફિઝની મુક્તિને લઇ તેઓ ચિંતિત છે અને તેણે પાકિસ્તાનને કહ્યું કે હાફિઝ સઇદની આતંકી ગતિવિધિઓ માટે તેની હવે ધરપકડ કરવામાં આવે.”

અમેરિકાએ જણાવ્યું કે પાકિસ્તાન માટે હવે મોકો છે કે તે પોતે 26/11નાં હુમલાને રચનારની ધરપકડ કરી અને કાર્યવાહી કરીને દુનિયાને દેખાડે કે આતંકવાદનાં વિરૂદ્ધ લડાઇ કરવામાં તે પોતે ઘણાં ગંભીર છે.

વ્હાઇટ હાઉસનાં પ્રેસ પ્રવક્તા સૈંડર્સે કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકા કડક શબ્દોમાં લશ્કર-એ-તૈયબાનાં નેતા હાફિઝ સઇદ પરથી નજરબંધી હટાવી લેવા પર નિંદા કરે છે અને પાકિસ્તાન સાથે એવી માગ કરે છે કે તેઓ તુરંત જ હાફિઝની ધરપકડ કરે.

આ સિવાય પાકિસ્તાનનાં એ દાવાને પણ અમેરિકા ઠુકરાવે છે કે તે પોતાની ધરતીથી આતંકવાદને સંરક્ષણ નહીં આપે. જો પાકિસ્તાન સઇદને લઇ કોઇ પગલું નહીં ભરે અને એને એનાં ગુનાઓને લઇ જો સજા નહીં આપે તો તે બાબત ભવિષ્યમાં પાકિસ્તાનની છબિ પર ઘણી ખરાબ અસર કરશે. સૈંડર્સે કહ્યું કે ટ્રંપ પ્રશાસન હાફિઝ સઇદની મુક્તિને લઇ તેની પર થનાર અસર પર નજર રાખે છે.

You might also like