આતંકી સંગઠનની મદદ કરનારા દેશને અમેરિકાએ આપી ચેતવણી

પરમાણુ હથિયાર મેળવવા થનગની રહેલા આતંકવાદી સંગઠનને કોઇપણ રીતે સમર્થન કરનારા દેશોને અમેરિકાએ ચેતવણી આપી છે. રાજકારણ મામલના ઉપમંત્રી ટોન શેનોન પેંટાગનના એક સંમેલનમાં કહ્યું કે પરમાણુ હથિયાર મેળવવાની કોશિસ કરી રહેલા આતંકવાદીઓને કોઇપણ ગેર રાજનૈતિક અથવા કોઇપણ દેશ જો સમર્થન કરશે તો તેની વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ખરેખર તો અમેરિકાને પાકિસ્તાનના પરમાણુ હથિયાર આતંકવાદીઓને હાથમાં જતા રહેવાની આશંકાને લઇને ચિંતા છે. અમેરિકા પાકિસ્તાનના પરમાણુ હથિયારની સુરક્ષા વધારવા માટે ઇસ્લામાબાદ સાથે મળીને કામ કરી રહ્યું છે.

તો બીજી તરફ પાકિસ્તાને આશંકાઓને નકારતું રહ્યું છે અને તેનું કહેવું છે કે પરમાણુ હથિયાર સૌથી સુરક્ષિત જગ્યા પર છે. શેનોને કહ્યું પરમાણુ આતંકવાદ 21મી સદીનો સૌથી મોટો ખતરો બની ચૂક્યો છે અને આ દેશોએ તેનો નાશ કરવાની જરૂરીયાત છે.

You might also like