તુર્કી પોતાની આંતરિક સમસ્યામાં અમારૂ નામ ન ઉછાળે : અમેરિકા

અંકારા : અમેરિકાએ તુર્કીને તે બાબતની ચેતવણી આપી છે કે નિષ્ફળ તખ્તાપલટનાં સૈન્ય કાવત્રાઓમાં અમેરિકાનો કોઇ હાથ નથી. માટે અમેરિકા પર કોઇ પણ પ્રકારનાં આક્ષેપો ન થવા જોઇએ. અમેરિકાએ કહ્યું કે જો આ પ્રકારનાં આક્ષેપો લગાવાશે તો તે ખોટા તો ઠરશે જ પરંતુ બંન્ને દેશોનાં સંબંધોમાં પણ તણાવ આવશે. તુર્કીનાં શ્રમ મંત્રી દ્વારા તખ્તાપલટમાં વોશિંગ્ટનની સંડોવણીની વાત કહ્યા બાદ અમેરિકી વિદેશ મંત્રી જોન કેરીએ આ આરોપોને ફગાવી દીધા હતા. કેરીએ કહ્યું કે આ પ્રકારનાં આરોપો દ્વિપક્ષીય સંબંધો માટે ઘાતક હશે.

વિદેશ મંત્રાલય જોન કેરીએ તુર્કી પોતાનાં સમકક્ષને ત્યાં થયેલા તખ્તાપલટનાં પ્રયાસનાં કાવત્રામાં અમેરિકાની કોઇ ભુમિકા નહી હોવાની વાત કરી હતી. સાથે ત્યાં પેદા થયેલી પરિસ્થિતીને જોતા તમામ સહયોગ આપવાની વાત પણ કરી હતી. રાષ્ટ્રપતિ રેસેપ તૈય્યપ એર્ડોગને શનિવારે અમેરિકાને તુર્કીનાં ઇસ્લામિક ધર્મગુરૂ ફેતુલ્લાહ ગુલેનનાં પ્રત્યાર્પણનો આગ્રહ કર્યો હતો. જે અમેરિકામાં રહી રહ્યા છે. એર્ડોગને આ સમગ્ર કાવત્રાની પાછળ ગુલેનનો જ હાથ હોવાની વાત કરી હતી.

તખ્તાપલટનું આ કાવત્રું શુક્રવારે રાત્રે જ ચાલુ થઇ ગયું હતું. જ્યારે રાજધાની અંકારાનાં ઉપર લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરોનાં ચક્કર ચાલુ થઇ ગયા હતા. ઇસ્તામ્બુલમાં પણ ચારેબાજુ ગોળીબાર અને વિસ્ફોટોનાં અવાજો આવતા હતા. શનિવારે સવારે સંસદ ભવન પર વિદ્રોહીઓનાં વિમાનો તથા ટેંકો દ્વારા હૂમલાઓ કર્યા હતા. અંકારમાં રાષ્ટ્રપતિનાં મહેલનો પણ વિદ્રોહીઓએ તોપનાં નાળચે ઘેરી રાખ્યું હતું.

You might also like