નવી દિલ્હીઃ US જવા ઇચ્છતા લોકો જો વિઝા માટે એપ્લાય કરી રહ્યાં હોવ તો જાણી લેજો, કે નિયમોમાં પરિવર્તન આવ્યાં છે. વિઝા માટે જો તમારો ફોટો ચશ્મા વાળો હશે તો રિજેક્શન આવશે. ચશ્મા વગરનો અને વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં ફોટો જ વિઝા માટે માન્ય ગણાશે. નવેમ્બર મહિનાથી યુએસ વિઝાના નિયમોમાં ફેરફાર થઇ રહ્યાં છે. જેમાંનો એક નિયમ ફોટા અંગેનો છે.
આ માહિતી ટવિટર મારફતે સત્તાવાર રીતે પ્રસારીત કરવામાં આવી છે. જેમાં માહિતી આપવામાં આવી છે કે કેટલીક કેટેગરીના વિઝા માટે ફોટોગ્રાફ્સની ડિજિટલ ઈમેજ જરૂરી હોય છે જ્યારે અન્ય વિઝા માટે ફોટો જરૂરી હોય છે. આ બંને માટે કોન્સ્યુલેટ દ્વારા નિયત થયેલા પ્રોફેશનલ વિઝા ફોટો સર્વિસીઝનો ઉપયોગ કરવાની પણ સલાહ અપાઈ છે. નવી સૂચના પ્રમાણે 1 નવેમ્બરથી જ વિઝા માટે ગ્લાસીસ માન્ય નહીં રહે. જે લોકોએ કાયમ ચશ્માં પહેરવાં જ પડે તેમના ફોટોગ્રાફ્સમાં પણ ટિન્ટેડ, ડાર્ક ગ્લાસીસ માન્ય નહીં રાખવામાં આવે.
ફ્લેશ સિવાય અથવા સહેજ ચહેરો નીચો રાખીને ગ્લાસીઝ સાથે પાડેલો નિશ્ચિત સ્પેસિફિકેશન્સના ફોટોગ્રાફ્સની છૂટ અપાઈ છે. તેમ છતાં, કયો ફોટો માન્ય રાખવો કે નહીં તે વિઝા ઓફિસર નક્કી કરશે. નવા નિયમ પ્રમાણે ઓફ વ્હાઇટ બેકગ્રાઉન્ડ ફરજિયાત છે. હેડફોન્સ, વાયરલેસ કે હેન્ડસફ્રી જેવા ઉપકરણો ફોટા સાથે ગેરમાન્ય છે. વાળ કે પાંથી ઠંકાય તે પ્રકારે માથે કપડું બાંધેલું કે ટોપી પહેરેલો ફોટો પણ અમાન્યા ગણાશે. ફોટામાં બંને આંખો ખુલ્લી અને ચહેરાનો હાવભાવ સ્થિર રાખવો. રંગીન ફોટો ફરજિયાત છે. ફોટો છ મહિના પાડેલો હોય તો ચાલી શકે છે.
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…
(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…