1 એપ્રિલથી H1B અરજીને સ્વિકારવાનું શરૂ કરશે અમેરિકા

વોશિંગ્ટન: અમેરિકા આગામી મહિનાની શરૂઆતથી નાણાંકીય વર્ષ 2017 માટે ઉચ્ચ કૌશલ્યવાળા કર્મચારીઓ માટે લોકપ્રિય એચ-1બી વર્ક વીઝા માટે અરજી સ્વિકારવાનું શરૂ કરશે. આ વાત અધિકારીઓએ જણાવ્યું હતું.

આઇઆઇટી વિશેષજ્ઞોમાં લોકપ્રિય એચ-1બી વીઝાનો ઉપયોગ અમેરિકન કંપનીઓ તે ક્ષેત્રોમાં વિદેશી કર્મચારીઓને નિયુક્ત કરવા માટે કરે છે જેમાં સાયન્સ, એન્જીનિરિંગ તથા કોમ્યુટર પ્રોગ્રામિંગ જેવા વિશિષ્ટ જ્ઞાનની જરૂરિયાત હોય છે. એક ઓક્ટોબર 2017થી શરૂ થનાર નાણાંકીય વર્ષ માટે સંસદ દ્વારા નક્કી 65,000 એચ-1બી વીઝાની સીમામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

You might also like