હવે અમેરિકાનાં વીઝા મેળવવા મુશ્કેલ, આપવી પડશે સોશિયલ મીડિયાની તમામ માહિતી

અમેરિકા પોતાની વીઝા પોલીસીને દરરોજ નવા દિવસે કડક ને કડક બનાવતું જાય છે. આ ક્રમમાં હવે અમેરિકી વીઝા માટે એપ્લાય કરવાવાળા લોકોએ પોતાનો જૂનો નંબર, ઇ-મેઇલ એડ્રેસ તથા સોશિયલ મીડિયાની જાણકારીને શેર કરવી પડશે.

તેઓએ એમ પણ જણાવવું પડશે કે તેઓને કોઇ દેશમાંથી તો નિકાળવામાં નથી આવ્યા અથવા તેમનાં પરિવારનું કોઇ પણ સભ્ય આતંકવાદી ગતિવિધિઓમાં શામેલ પણ નથી.

આ પ્રકારની કાર્યવાહી અમેરિકાની સુરક્ષાને જોતા અને બહારનાં ખતરા સાથે લડવા માટે કરવામાં આવી રહી છે. ફેડરલ રજિસ્ટરમાં દાખલ એક દસ્તાવેજનાં આધારે જે પણ ગેરપ્રવાસી અમેરિકી વીઝા માટે એપ્લાય કરી રહ્યાં છે તેઓએ નવા નિયમોનાં આધારે વીઝા ફોર્મમાં નિર્ધારિત સવાલોનાં જવાબ આપવા પડશે.

તમને જણાવી દઇએ કે નવા વીઝા ફોર્મમાં પૂછવામાં આવેલ આ સવાલોથી 7,10,000 પ્રવાસી અને 14 મિલિયન ગૈર અપ્રવાસી અપ્રભાવિત થશે. તમને માલૂમ ના હોય તો જણાવી દઇએ કે નવી પ્રોસેસ હેઠળ લોકો જોડેથી 5 વર્ષની સોશિયલ મીડિયાની માહિતી, ઇ-મેઇલ એડ્રેસ અને ફોન નંબરની માંગ કરવામાં આવી છે.

યૂ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ વીઝાને માટે આવેદન કરવાવાળા લોકોની સોશિયલ મીડિયા, ઇ-મેઇલ એડ્રેસ અને ફોન નંબરની સમીક્ષા માટે આ દરેકની તપાસ કરવા માંગે છે. આ પ્રકારની જાણકારી કોઇ પણ વીઝા એપ્લીકેન્ટ્સની આઇડેંટિટીને કન્ફર્મ કરવા અને સુરક્ષાને લઇ પણ આવશ્યક છે.

You might also like