હવે નહી ચાલે ચીનની ‘હિરોપંતી’, કોઇપણ સંજોગોમાં NSGમાં સામેલ થશે ભારત

વોશિંગટન: ન્યૂકિલયર સપ્લાયર્સ ગ્રૂપ(એનએસજી)માં અમેરિકાના લાખ પ્રયત્નો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર પ્રયત્નો છતાં ભારતને એન્ટ્રી મળી નહી. ચીનના નેતૃત્વમાં સાત દેશોના સિઓલની બેઠકમાં ભારતનો વિરોધ કર્યો. આ અસફળતા માટે અમેરિકાએ ચીનને ના ફક્ત ખરી ખોટી સંભળાવી છે, પરંતુ એક અઠવાડિયા બાદ તેણે એમપણ કહી દીધું કે ફક્ત ચીનના લીધે હિંદુસ્તાન એનએસજીનું સભ્ય બની શક્યું નહી.

અમેરિકાએ કહ્યું કે તે એનએસજી ગ્રૂપમાં ભારતને સામેલ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સાથે જ તેણે કહ્યું કે બસ એક દેશના લીધે તેના પર સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સહમતિને તોડી ન શકાય અને ભારપૂર્વક કહ્યું કે આવા સભ્યને જવાબદાર બનાવવો જોઇએ.

અમેરિકાના રાજકીય મામલાના ઉપમંત્રે ટોમ શૈનને કહ્યું કે ‘અમેરિકા એનએસજીમાં ભારતના પ્રવેશને સુનિશ્વિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમેરિકાએ આ ટોચના રાજદૂતે દુખ વ્યક્ત કર્યું કે સિઓલમાં ગત અઠવાડિયે ગ્રૂપની વાર્ષિક બેઠકમાં તેમની સરકાર ભારતને સભ્ય બનાવવામાં અસફળ રહી. અમે માનીએ છીએ કે સહમતિ આધારિત સંગઠનમાં એક દેશ સહમતિને તોડી શકે છે, પરંતુ આમ કરતાં તેને જવાબદેહ બનાવવો જોઇએ ના કે અલગ થલગ કરવો જોઇએ.’

‘મળીને વિચારીએ સોલમાં શું થયું’
શૈનને આગળ કહ્યું કે ‘મારું માનવું છે કે આપણે આગળ વધીએ, ભારત અને અમેરિકા મળીને બેસીને વિમર્શ કરે કે સિઓલમાં શું થયું, રાજનયિક પ્રક્રિયા પર નજર રાખે જે મહત્વપૂર્ણ છે અને જુએ કે આગામી વખતે સફળ થવા માટે આપણે બીજું શું કરી શકીએ.’

‘એશિયા પ્રશાંતમાં ચીન જે કરી રહ્યું છે તે પાગલપન’
ભારતને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ‘સ્થિરતાનું વાહક’ ગણાવતાં અમેરિકાના રાજકીય મામલાના ઉપમંત્રી ટોમ શૈનને એમ પણ કહ્યું કે દક્ષિણ ચીન સાગરમાં ચીન જે કરી રહ્યું છે તે ‘પાગલપન’ છે અને તે ઇચ્છે છે કે હિંદ મહાસાગરમાં નવી દિલ્હી મોટી ભૂમિકા ભજવશે.

એફએસઆઈમાં વાતચીત દરમિયાન તેમને કહ્યું કે ચીનના આગળ વધવા પર અંકુશ લગાવવો મોટો પડકાર છે. અમેરિકા ભારતની સાથે કામ કરવા માંગે છે જેથી હિંદ મહાસાગરમાં મજબૂત અને વ્યાપક ઉપસ્થિતિ નોંધાવી શકાય.

‘ભારત એનએસજીનું હકદાર’
પરમાણુ અપ્રસારના ક્ષેત્રમં ભારતને વિશ્વનીય અને મહત્વપૂર્ણ શક્તિ ગણાવતાં શૈનને કહ્યું કે ‘અમે એ વાત પર પ્રતિબદ્ધ છીએ કે ભારત ન્યૂકિલયર સપ્લાયર્સ ગ્રૂપ(એનએસજી)માં સામેલ થાય. અમારું માનવું છે કે અમે જે પ્રકારે કામ કરી રહ્યાં છીએ, નાગરિક પરમાણું કરાર, ભારતે જે પ્રકારે પોતાને નિયંત્રણ કર્યું છે, તે તેનું હકદાર છે, એનએસજીમાં ભારતના પ્રવેશ સંબંધી પ્રયત્નો પર તેમણે કહ્યું કે ભારતને આ સમૂહમાં સમેલ કરવામાં આવે, તેના માટે અમેરિકા સતત કામ કરતું રહેશે.

‘સિઓલ માટે અમે દુખી’
શૈનને વિદેશ સચિવ એસ.જયશંકર સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે તાજેતરમાં જ ભારતને મિસાઇલ ટેક્નોલોજી નિયંત્રણ વ્યવસ્થા(એમટીસીઆર)માં સામેલ કરવાનું દર્શાવે છે કે તે સિઓલમાં અમે અને ભારત એનએસજીમાં ભારતને પ્રવેશ અપાવવામાં સફળ થયા નથી.

‘અસૈન્ય પરમાણું સહયોગ મિત્રતાનું પ્રતીક’
શૈનને કહ્યું કે ભારત અમેરિકા અસૈન્ય પરમાણુ સહયોગ બંને દેશો વચ્ચે મિત્રતાનું એક મહત્વપૂર્ણ પ્રતિક છે. તેમણે કહ્યું કે ‘થોડા અઠવાડિયા પહેલાં રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશમાં છ એપી 1000 રિએક્ટરોની સ્થાપના માટે તૈયારી શરૂ કરવાનું સ્વાગત કર્યું હતું. આ રિએક્ટર એક અમેરિકન કંપની દ્વારા બનાવવામાં આવશે.’

શૈનને કહ્યું કે ‘સમજી શકાય છે કે તેનાથી બંને દેશોના લોકોને રોજગાર મળશે અને સ્વચ્છ અને વિશ્વનીય વિજળી મળશે જેથી ભારતની વધતી ઉર્જા જરૂરિયાતને પુરી કરવામાં મદદ મળશે અને અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા પણ ઓછી થઇ જશે.

You might also like