યુએસ ફેડ ઈફેક્ટઃ શેરબજારમાં ઊછળ્યો

અમદાવાદ: ફેડરલ રિઝર્વે બે દિવસીય બેઠકના અંતે વ્યાજના દરમાંં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કરતાં વૈશ્વિક શેરબજારના સપોર્ટે સ્થાનિક બજારમાં પણ તેજી જોવાઈ હતી.

બીએસઈ સેન્સેક્સ ૨૫૯ પોઈન્ટના સુધારે ૨૪,૯૪૨ જ્યારે એનએસઈ નિફ્ટી ૮૨ પોઈન્ટના સુધારે ૭૫૫૦ની ઉપર ૭૫૮૧ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે. આમ, શરૂઆતે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાનો મજબૂત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સે ૨૪૯૦૦ની સપાટી ક્રોસ કરી છે. ‌મિડકેપ અને સ્મોલકેપ સેકટરમાં પણ તેજીની ચાલ નોંધાઈ છે.

મેટલ, બેન્કિંગ, ઓટો, આઈટી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર્સમાં જોરદાર તેજી જોવા મળી છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં ૧.૫ ટકા, ઓટો ઈન્ડેક્સમાં એક ટકાનો જ્યારે આઈટી ઈન્ડેક્સમાં ૦.૭૦ ટકાનો સુધારો નોંધાયો છે. બેન્ક નિફ્ટી પણ ૧.૧૫ ટકાના સુધારે ૧૫,૬૪૦ની સપાટીએ પહોંચી ગઈ છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક, બીપીસીએલ, ક્રેઈન ઈન્ડિયા, વેદાંતા, હિન્દાલ્કો જેવી દિગ્ગજ કંપનીના શેર્સમાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો છે તો બીજી બાજુ ફાર્માસ્યુટિકલ સેકટરના શેર્સ રેડ ઝોનમાં ખૂલ્યા છે. ડો. રે‌િડ્ડઝ લેબ્સ, સન ફાર્મા, લ્યુપીન કંપનીના શેર્સ ૦.૨૨ ટકાથી ૦.૫૦ ટકા તૂટ્યાં છે.

You might also like