ભારત સુધરી રહ્યું નથી, હવે VISA આપવાનું બંધ કરો: અમેરિકન સાંસદ

વોશિંગટન: એક તરફ અમેરિકા અને ભારત પોતાની મિત્રતાને વધુ મજબૂત બનાવી રહ્યાં છે તો બીજી તરફ અમેરિકી સાંસદ ભારત વિરૂદ્ધ કાવતરું રચી રહ્યાં છે. તાજા મામલામાં અમેરિકન સાંસદે ભારત માટે વિઝા બંધ કરવાની માંગણી કરી છે.

અમેરિકાના એક ટોચના સીનેટરે ઓબામા વહિવટીતંત્રને કહ્યું કે તે ભારત અને ચીન સહિત 23 દેશોના નાગરિકોને પ્રવાસી અને બિન પ્રવાસી વિઝા ઇશ્યૂ કરવાનું બંધ કરી દે. સીનેટરે આરોપ લગાવ્યો છે કે આ દેશ અમેરિકાથી બિનકાયદેસર પ્રવાસીઓને પરત લાવવાના મુદ્દે સહયોગાત્મક વલણ અપનાવતા નથી.

અસહયોગના લીધે ખતરનાક અપરાધીઓને છોડવામાં આવી રહ્યાં છે
રિપલબ્લિકન સીનેટર ચક ગ્રૈસલેએ ગૃહ સુરક્ષા મંત્રી જે. જોનસનને લખેલા એક પત્રમાં કહ્યું હત્યારો સહિત ખતરનાક અપરાધીઓને દરરોજ છોડવામાં આવી રહ્યાં છે કારણ કે તેમના પોતાના દેશ તેમને પરત લાવવામાં સહયોગ કરશે નહી. સીનેટની ન્યાયિક સમિતિના અધ્યક્ષ ગ્રૈસલેએ કહ્યું કે નાણાંકીય વર્ષ 2015માં જ, આ હઠી દેશોના નિર્ણય અને અસહયોગના લીધે અમેરિકામાં 2,166 લોકોને છોડવામાં આવ્યા હતા. ગત બે વર્ષમાં 6,100થી વધુ લોકો છોડવામાં આવ્યા. ગ્રૈસલેએ કહ્યું કે અત્યારે અમેરિકાએ 23 દેશોને અસહયોગી ગણાવ્યા છે. તેમાં પાંચ ટોચના હઠી દેશ ક્યૂબા, ચીન, સોમાલિયા, ભારત અને ઘાના છે.

આ ઉપરાંત યુએસ વિદેશી અને એક્સાઇઝ એન્ફોર્સમેન્ટ તે અન્ય 62 દેશોનું નિરીક્ષણ કરી રહ્યું છે, જ્યાંથી સહયોગમાં સમસ્યા તો આવી રહી છે પરંતુ હજુ સુધી તેમને અસહયોગી ગણાવવામાં આવ્યા નથી. જોનસનને લખેલા પત્રમાં ગ્રૈસલેએ તેમને યાદ અપાવ્યું કે કોંગ્રેસે આ સમસ્યાનું નિવારણ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી અધિનિયમની કલમ 243(ડી) લાગૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે કલમ 243(ડી) હેઠળ વિદેશ મંત્રીને કોઇ દેશના પરસ્પર આ નોટીસ મળ્યા બાદ પ્રવાસી અતહ્વા અપ્રવાસી વિઝા આપવાનું બંધ કરવાનું હોય છે અમુક દેશે કોઇ નાગરિક અથવા નિવાસીને સ્વિકાર કરવાની મનાઇ કરી દીધી છે અથવા પછી તે તેને સ્વિકાર કરીને તેમાં કારણ વિના મોડું કરી રહ્યાં છે. ગ્રૈસલેએ કહ્યું કે તેનો ઉપયોગ ફરી એકવાર વર્ષ 2011માં ગુઆનના મામલે કરવામાં આવ્યો છે. ત્યાં તેની તાત્કાલિક અસર પડી હતી, તેના પરીણામ બે મહિનાની અંદર ગુઆનના સહયોગના રૂપમાં સામે આવ્યું હતું.

You might also like