કાશ્મીર મુદ્દે અમેરિકાએ ફરીથી મારી ગુલાંટ : કહ્યું અમારૂ વલણ યથાવત્ત

નવી દિલ્હી : અમેરિકાએ મંગળવારે એકવાર ફરીથી કાશ્મીર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમેરિકાએ બીજી વખત જણાવ્યું કે કાશ્મીર એક દ્વિપક્ષી મુદ્દો છે. ત્યાર બાદ પણ પાકિસ્તાની વડાપ્રધાન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ આંતરરાષ્ટ્રીય સમુદાયો સાથે આ મુદ્દે દખલ દેવાની માંગ કરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા એલિજાબેથ ટ્રુડોએ કહ્યુ કે, કાશ્મીર અંગે અમારી સ્થિતી બદલાઇ નથી. અમે આ મુદ્દે તણાવ ઓછો કરવા અનેભારત અને પાકિસ્તાન બંન્નેની સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમેરિકા આ મુદ્દે પહેલા પણ કેટલીકવાર પોતાનો મત સ્પષ્ટ કરી ચુક્યું છે. ગત્ત ઓગષ્ટ મહિનામાં જ અમેરિકાએ સ્પષ્ટ કર્યું હતું કે કાશ્મીર અંગે અમારૂ વલણ બદલાયું નથી.

કાશ્મીર અંગે કોઇ પણ ચર્ચાની ગતિ, ગુંજાઇશ અને સ્વરૂપ અંગે બંન્ને પક્ષોનો નિર્ણય લેવાનો છે. અમે ભારત અને પાકિસ્તાન ના સંબંધો મજબુત કરવા માટે ઉઠતા દારેક પગલાનું સમર્થન કરીશઉં. ઉલ્લેખનીય છે કે, અમેરિકી વિદેશ મંત્રાલયનું આ નિવેદન સોમવારે નવાઝ શરીફની પાકિસ્તાનનાં તમામ દળો સાથે થયેલી બેઠક બાદ આવ્યું છે .

You might also like