કાશ્મીર મુદ્દે અમેરિકાએ કહ્યું કાંઇક આવું

વોશિંગટનઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીરને લઇને ચાલી રહેલા વિવાદને પાકિસ્તાન આંતરાષ્ટ્રીય મુદ્દો બનાવી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના આ વલણને અમેરિકાએ નકારી દીધું છે. અમેરિકાએ ભારતનું સમર્થન કરતા કહ્યું છે કે આ મુદ્દે ભારત અને પાકિસ્તાને યોગ્ય નિર્ણય લેવોના રહેશે.

અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા એલિઝાબેથ ડુડોએ જણાવ્યું છે કે કાશ્મીર પર કોઇ પણ મુદ્દે વાર્તા કે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય ભારત તેમજ પાકિસ્તાને લેવાનો છે. દૈનિક સંવાદદાતા સંમેલનમાં અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે કાશ્મીર પર અમારૂ વલણ બદલી નહીં શકાય. અમે દરેક પ્રકારના એ સકારાત્મક પગલાંને સમર્થન આપીએ છીએ. જે ભારત અને પાકિસ્તાન નજીકના સંબંધો માટે વિકસાવી રહ્યાં છે.

ટુડોએ જણાવ્યું છે કે અમે સંઘર્ષ અંગે જાણીએ છીએ. અમે હિંસા અંગે ચિંતિત છે. તમામ પ્રશ્નો પર શાંતિપૂર્ણ સમાધાન થાય તેવા પ્રયાસોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્વાતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપેલા સંબોધન પર કરવામાં આવેલા એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી.

You might also like