પાકિસ્તાની રાજદૂતને મિશેલ સાથે ફોટો પડાવવો ભારે પડ્યો

વોશિંગટનઃ અમેરિકાએ પાકિસ્તાનને ફરી એક વખત પોતાની હદ બતાવી દિધી છે. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત જલીલ અબ્બાસ જિલાનીએ એવી હરકત કરી કે સમગ્ર દેશે તેને  કડક શબ્દોમાં સંદેશો આપ્યો. પાકિસ્તાની રાજદૂતે ટવિટર પર એક ફોટો શેર કર્યો. જેમાં તે પત્ની  સાથે અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામા સાથે ઉભા હતા. અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાની રાજદૂતે તેમનો વિશ્વાસ તોડ્યો છે. અમેરિકાની દ્રષ્ટિએ રાજદૂત જલીલનું આ વર્તન અયોગ્ય હતું અને તેના કારણે જ તેમને સાંભળવું પડ્યું છે. જોકે પાકિસ્તાને આ વાતને નકારી દીધી છે કે અમેરિકાએ તેમના રાજદૂત સાથે એવું કોઇ જ વર્તન કર્યું નથી.

ઉલ્લેખનિય છે કે અમેરિકાની ફસ્ટ લેડી મિશેલ ઓબામાએ મે મહીનામાં સરપ્રાઇઝ વિઝિટ માટે વોશિંગટન સ્થિત પાકિસ્તાની એમ્બેસીમાં પહોંચ્યા હતા. પાકિસ્તાની રાજદૂત જલીલ અબ્બાસે ટવિટર પર મિશેલ ઓબામાન  એમ્બેસી વિઝિટનો આ ફોટો શેર કર્યો હતો. મિશેલે આ વિઝિટ કેમ કરી હતી તે અંગે કોઇ જ માહિતી પ્રાપ્ત થઇ નથી. આ વિઝિટ એવા સમયે થઇ હતી જ્યારે બંને દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ આવી ગઇ છે.

જિલાનીએ મિશેલ ઓબામાની મુલાકાત બાદ 27 મેના રોજ ટવિટર કર્યું હતું. જેમાં લખ્યું હતું કે આ ખુબ જ આનંદની વાત છે કે પાકિસ્તાની એમ્બેસીએ અમેરિકાની ફર્લ્ટ લેડી ની મેજબાની કરી. જોકે બાદમાં તેમણે ટવિટર સહિત ફોટો ડિલિટ મારી દીધા હતા. પરંતુ ત્યાં સુધી ફોટોગ્રાફ્સ વાયરલ થઇ ગયા હતા.

You might also like