પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓ પર કરોડો રૂપિયાનું ઇનામ રાખતું અમેરિકા

અમેરિકાએ પાકિસ્તાનના ત્રણ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ ઉપર 110 લાખ ડોલર(71.6 કરોડ)નું ઇનામ જાહેર કર્યું છે. અમેરિકાએ ‘તહેરિક-એ-તાલિબાન'(ટીટીપી) પાકિસ્તાનના પ્રમુખ ‘મૌલાના ફઝલુલ્લાહ’ અથવા તેના સરનામાની ખબર આપવા માટે 50 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.

અમેરિકાએ ‘જમાત-ઉલ-અહરાર’ના આતંકવાદી ‘અબ્દુલ વલી’ અને ‘લશ્કર-એ-ઇસ્લામ’ના આતંકવાદી ‘મંગલ બાગ’ વિષે માહિતી આપનારને 30 લાખ ડોલર(20 કરોડ)નું ઇનામ જાહેર કર્યું છે. પાકિસ્તાની આતંકવાદીઓ ઉપર એવા સમયે ઇનામ જાહેર કરવામાં આવ્યું છે જયારે પાકિસ્તાનના વિદેશી સચિવ અમેરિકાના પ્રવાસ પર હતા.

આતંકવાદી ‘ફઝલુલ્લા’ આતંકી સંગઠન ‘તહેરીક-એ-તાલિબાન’નો પ્રમુખ છે. ‘ટીટીપી’ને સપ્ટેમ્બર 2010માં વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરીને તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. ‘ફઝલુલ્લા’એ ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા છે. તેણ નોબલ વિજેતા મલાલા પર પણ હુમલો કરાવ્યો હતો.

નવેમ્બર 2013માં ‘ફઝલુલ્લ’ને ‘તહેરિક-એ-તાલિબાન’નો નેતા બનાવવામાં આવ્યો હતો. આ સંગઠને પાકિસ્તાનના પેશાવરમાં એક આર્મી પબ્લિક શાળા પરના હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલામાં 134 બાળકો સાથે કુલ 151 લોકોના મોત થયા હતા. ‘જમાત-ઉલ-અહરાર’નો આતંકવાદી ‘અબ્દુલ વલી’ અફઘાનિસ્તાનના નંગરહાર અને કુનાર વિસ્તારમાંથી આતંકી ગતિવિધીઓ ચલાવી રહ્યો છે. આતંકવાદી ‘મંગલ બાગ’ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ ઉપર ચોરી, અપહરણ જેવા કાર્યો કરી પૈસા કમાય છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શુક્રવારે વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના વિદેશી સચિવ તહમીના જંજુઆ અને ટ્રમ્પ વહીવટી અધિકારીઓ વચ્ચે બેઠક બાદ આ ઇનામની જાહેરાત કરવામાં આવી છે.

You might also like