૮૮ વર્ષ બાદ US પ્રેસિડેન્ટ ક્યુબાની મુલાકાતે

હવાનાઃ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ક્યુબાના બે દિવસના ઐતિહાસિક પ્રવાસ માટે રવિવારે મોડી રાત્રે હવાના પહોંચ્યા છે. છેલ્લા ૮૮ વર્ષમાં પહેલીવાર કોઇ અમેરિકી રાષ્ટ્રપતિએ ક્યુબાનો પ્રવાસ ખેડયો છે. ૧૯પ૯માં થયેલી ક્યુબા ક્રાંતિ પછી બંને દેશો વચ્ચે તમામ પ્રકારના સંબંધો પૂરા થઇ ગયા હતા. મહત્ત્વની વાત એ છે કે આ પ્રવાસમાં ઓબામા સાથે કયુબાના પૂર્વ પ્રમુખ ફિડેલ કાસ્ત્રો મુલાકાત નહીં કરે. કાસ્ત્રો શરૂઆતથી જ અમેરિકાના સૌથી મોટા વિરોધી રહ્યા છે. જોકે કાસ્ત્રો અને અોબામાએ ડિસેમ્બર ર૦૧૪માં જૂની કડવાશ ભૂૂલી નવેસરથી સંબંધ સ્થાપવા સહમતી દર્શાવી હતી.

ઓબામાની યાત્રાને લઇ હવાનામાં વિરોધ પ્રદર્શન પણ થઇ રહ્યા છે. જેને લઇ પોલીસે ર૦૦થી વધુ માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. જેમને પછી છોડી મૂકવામાં આવ્યા હતા. કોઇ પણ અપ્રિય ઘટના ન ઘટે તે માટે સમગ્ર શહેરમાં સુરક્ષાદળોએ કબજો જમાવ્યો છે.
પત્ની મિશેલ અને બંને પુત્રી સાશા-માલિયા તથા મિશેલની માતા મેરિયન રોબિન્સન સાથે પહોંચેલ ઓબામાનું વિદેશ પ્રધાને સ્વાગત કર્યું હતું. જોકે ઓબામા સાથે કયુબાના પૂર્વ વડા ફિડેલ કાસ્ત્રો વાત નહીં કરે. હેવાનામાં પ્રમુખ અમેરિકી એમ્બેસેડર હાઉસમાં રોકાશે. જયારે તેમનો પરિવાર બીજા દિવસે આર્જેન્ટિના જવા રવાના થશે.

અમેરિકી રાષ્ટ્રપતિના પ્રવાસમાં બંને દેશો વચ્ચે કોઇ મહત્ત્વની સમજૂતી થવાની આશા નથી, પરંતુ પ૭ વર્ષથી ચાલતા ખબાર સંબંધોને સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. જોકે બંને દેશોની વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ટેલિકોમ સમજૂતી,  હવાઇ સંપર્ક અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર મહત્વની સમજૂતી થઇ છે.

ઓબામાએ પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે તેમના એજન્ડામાં ગ્વાંટાનામોના લશ્કરી મથકના મુદ્દાનો સમાવેશ નથી. ઓબામા મંગળવારે કયુબાની સરકારી ટીવી ચેનલ પર સંબોધન કરશે. આ ઉપરાંત પોતાના ફેમિલી સાથે જૂના ક્યુુબાની મુલાકાત લેશે. જ્યાંં ટેમ્પા બેરેજ અને કયુબાની ટીમ વચ્ચે રમાનાર બેઝબોલ મેચનો આનંદ ઉઠાવશે.

You might also like