ટ્રંપે ઉત્તર કોરિયાઇ તાનશાહને કહ્યા પરમાણુ હથિયારો માટે પાગલ વ્યક્તિ

વોશિંગ્ટન: અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ફિલીપીનના રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટે સાથે ટેલીફોન પર વાતચીત દરમિયાન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગને પરમાણુ હથિયારોને લઇને પાગલ વ્યક્તિ કહ્યું.

વ્હાઇટ હાઉસના 29 એપ્રિલના રોજ રજૂ થયેલા નિવેદનમાં આ વાતચીતને ઘણી મિત્રતા કહેવામાં આવી. વાતચીતના થોડાક દિવસો બાદ ટ્રંપે સાર્વજનિક રૂપથી કહ્યું કે એ કિમને મળીને સમ્માનિત મહેસૂસ કરશે. પરંતુ આ વાતચીતમાં ટ્રંપે કોરિયાઇ પ્રાયદ્ધીપમાં નાટકીય રૂપમાં શક્ય તણાવ વધવાના સંકેત આપ્યા.

ડોનાલ્ડ ટ્રંપે ગત મહીને આ વિસ્તારમાં મોકલેલા બે પરમાણુ સબમરીનનો હવાલો આપતાં કહ્યું કે અમે પરમાણુ હથિયારો માટે પાગલ વ્યક્તિને આવી ઢીલ આપીને છોડી શકીશું નહીં. અમારી પાસે એમની સરખામણીમાં 20 ગણી વધારે શક્તિ છે, પરંતુ અમે એનો ઉપયોગ કરવા ઇચ્છતા નથી.

ટ્રંપે પછી ડુર્ટેટ સાથે આ વાત માટે પૂછ્યું કે કિમની માનસિક સ્થિતિ સ્થિર છે કે નહીં., એની પર ફિલીપીની નેતાએ જવાબ આપ્યો કે એમને ઉત્તર કોરિયાઇ સમકક્ષનું મગજ કામ કરી રહ્યું નથી અને કોઇ પમ સમયે જૂનૂની બની શકે છે. એમણે કહ્યું કે કિમના હાથમાં ખતરનાક રમકડું છે, જે દરેક મનુષ્યો માટે ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ટ્રંપે ફરી એક વખત કહ્યું કે ઉત્તર કોરિયાનો હાલનું મિસાઇલ પરીક્ષણ નિષ્ફળ થઇ ગયું.

http://sambhaavnews.com/

You might also like