અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલા ભાષણમાં જાણો શું કહ્યું ટ્રંપે

વોશિંગટનઃ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રંપની પસંદગી થઇ ગઇ છે. ત્યારે ટ્રંપે અમેરિકાના લોકોનો આભાર માન્યો હતો. ચૂંટણી જીત્યા બાદ ટ્રંપે અમેરિકાની જનતાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે હું અમેરિકાને ખૂબ જ પ્રેમ કરૂ છું. હું પણ અમેરિકાનો નાગરીક છું. મારી જીત તેમની છે જે અમેરિકાને પ્રેમ કરે છે. અમે ચૂંટણી પ્રચાર ન હતા કરતા.પરંતુ એક અભિયાન ચલાવી રહ્યાં હતા. આપણે આપણા દેશનું પુનઃ નિર્માણ કરીશું. અભિયાન પર અમારૂ કામ હવે શરૂ થશે. દરેક અમેરિકનનું સ્વપ્ન પૂર્ણ થશે.

ટ્રંપે કહ્યું કે અમારી પાસે મહાન ઇકોનોમિક પ્લાન છે. અમે અમારી અર્થ વ્યવસ્થાને ઝડપથી વધારીશું. આપણે વધારે સારા અમેરિકાનું નિર્માણ કરીશું. આપણે સાથે મળીને કામ કરીશું. ચૂંટણીમાં પોતાની પ્રતિસ્પર્ધી હિલેરી અંગે ટ્રંપે કહ્યું કે હિલેરીએ સારી લડત આપી છે. નિર્ણય આવ્યા પછી હિલેરીએ ટ્રંપને શુભેચ્છા પાઠવી હતી. ટ્રંપે કહ્યું કે આપણે બધા સાથે મિત્રતા કરી શું. બધા જ દેશ સાથે સારા સંબંધો સ્થાપિત કરીશું. ટ્રંપે માતા-પિતા અને બહેનનો અભાર માન્યો છે. ટ્રંપે કહ્યું કે હું મારા માતાપિતા પાસેથી ઘણું શીખ્યો છું. ટ્રંપે કહ્યું રાજનીતિ સરળ નથી. અમેરિકાએ 45માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે ડેમોક્રેટીક પાર્ટીની હિલેરી ક્લિન્ટનને હરાવી ઇતિહાસ સર્જ્યો છે.

 

You might also like