ઓબામા PM મોદીને એક સારા મિત્ર માને છેઃ વ્હાઈટ હાઉસ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક સારા મિત્ર માને છે અને બંને દેશોએ મળીને અનેક પ્રોજેક્ટ પર કામ કર્યું છે. વ્હાઈટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એરિક શૂલ્ઝે પોતાના ડેઈલી બ્રિફિંગમાં પત્રકારોને જણાવ્યું છે કે અમેરિકા ભારત સરકારના નિકટના સંપર્કમાં છે. રાષ્ટ્રપ્રમુખ ઓબામા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક સારા મિત્ર માને છે. અમે અનેક પ્રોજેક્ટ પર પારસ્પરિક સહયોગથી કામ કર્યું છે.

એરિક શૂલ્ઝે દક્ષિણ ચીન સાગરમાં ચીનની વર્તણૂક અંગેના એક પ્રશ્નનો જવાબ આપતા આવું જણાવ્યું હતું. એરિક શૂલ્ઝે વધુમાં જણાવ્યું છે કે ખાસ કરીને અમેરિકાએ ભારત સાથે જેે સમજૂતીઓ પર સાથે મળીને કામ કર્યું છે તેના કારણે પેરિસ ક્લાઈમેટ સમજૂતી વાસ્વિકતામાં પરિણમી હતી. તેને લઈને રાષ્ટ્ર પ્રમુખ ઓબામાને સૌથી વધુ ગર્વ છે. આ સાથે રાષ્ટ્રપ્રમુખ ઓબામા તેમના આ કાર્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આભારી છે.

એરિક શૂલ્ઝે વધુમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ગહન આર્થિક અને સુરક્ષા સંબંધો છે. એટલા માટે રાષ્ટ્ર પ્રમુક ઓબામા વડા પ્રધાન મોદીના પોતાના સંબંધોને ઘણું મહત્ત્વ આપે છે.

You might also like