યુએસની નીતિ બદલાવાના સંકેતોથી સ્થાનિક ફાર્મા સેક્ટરની તબિયત બગડશે?

અમદાવાદ: આગામી ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શાસન ધુરા સંભાળતાં વેપારનીતિમાં મોટા ફેરફાર કરી શકે છે. વિઝાનીતિમાં ફેરફાર કરવાની શક્યતાઓ પાછળ આઇટી સેક્ટર પ્રેશરમાં જોવાયા બાદ હવે ફાર્મા સેક્ટર નિશાના ઉપર છે. ટ્રમ્પે ફાર્મા કંપનીઓ પર સખતાઇના સંકેત આપ્યા છે. અમેરિકાની બહાર પ્લાન્ટ નાખવા પર ભારે માત્રામાં બોર્ડર ટેક્સની પણ ચેતવણી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ફાર્મા કંપનીઓએ અમેરિકામાં પ્લાન્ટ નાખવો પડશે એટલું જ નહીં, કંપનીઓ દવાઓના ભાવ મનમાની રીતે લઇ શકશે નહીં.

તેઓએ ચેતવણી ઉચ્ચારી છે કે કોઇ પણ ગરબડ કરતી કંપની સામે સખતાઇથી વર્તવામાં આવશે. દરમિયાન સ્થાનિક ફાર્મા કંપનીઓના શેરમાં આજે ગાબડાં પડ્યાં હતાં. અમેરિકાની વેપારનીતિ બદલાતાં ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેની અસર જોવા મળી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરમાં વેચવાલી નોંધાઇ હતી.

ફાર્મા શેર આઈસીયુમાં
ટોરેન્ટ ફાર્મા – ૦.૪૦ ટકા
એલેમ્બિક ફાર્મા – ૦.૩૫ ટકા
કેડિલા હેલ્થકેર – ૨.૧૦ ટકા
દિશમાન ફાર્મા – ૨.૯૨ ટકા
સન ફાર્મા – ૨.૫૪ ટકા
ગ્લેક્સો સ્મિથક્લાઈન – ૦.૩૩ ટકા
http://sambhaavnews.com/

You might also like