અમેરિકાની પાકને સલાહ, તમામ આતંકી સ્થળોને કરે નાશ

વોશિંગટનઃ અમેરિકાએ પાકિસ્તાનને તમામ આતંકી સ્થળોને નષ્ટ કરવાની સલાહ આપી છે. અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાન તેમના પડોશી દેશોને નિશાન બનાવનારા સમૂહો સહિત તમામ આતંકવાદી સમૂહોની વિરૂદ્ધ પગલાં લેશે. તેમણે આતંકવાદિયોના તમામ સ્થળોને નષ્ટ કરવા જોઇએ.

જોકે અમેરિકાએ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાનની સ્થિરતાને નુકશાન પહોંચાડનારા સંગઠનોને પહોંચી વળવા માટે ઇસ્લામાબાદે અર્થપૂર્ણ પગલાં લેવા જોઇએ.

વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા માર્ક ટોનરે જણાવ્યું છે કે  પાકિસ્તાનને તેમના પડોશી દેશોને નિશાન બનાવનાર તમામ આતંકવાદી સમૂહોને નિશાન બનાવવા જોઇએ. સાથે જ તેમના તમામ સુરક્ષિત વિસ્તારોને નષ્ટ કરી દેવા જોઇએ. ટોનરે કહ્યું છે કે અમેરિકાએ પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ રાહીલ શરીફના 6 જૂનના તે નિવેદનની સરાહના કરી છે, સાથે જ પાકિસ્તાની કમાન્ડરો, ગુપ્ત એજન્સીઓ અને કાયદાકિય સંસ્થાઓને યોગ્ય પગલાં લેવાનું જણાવ્યું છે.

આતંકવાદી ખતરા સામે લડવા માટે પાકિસ્તાને આકરા પગલાં લેવાની જરૂર પડશે. આતંકવાદ સામે લડવા અને લોકતાંત્રિક સમાજનું નિર્માણ કરવા માટે પાકિસ્તાનને સમર્થન આપવા અમેરિકા રાષ્ટ્રિય હિતની દ્રષ્ટિએ વિચારી રહ્યું છે.

You might also like