અમેરિકાની પાકને સલાહ, લશ્કર અને તાલિબાનમાં ફરક ન કરે

નવી દિલ્હી: અાતંકવાદ પર અમેરિકાઅે અેકવાર ફરી પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં સખત ચેતવણી અાપતા કહ્યું છે કે તેણે પાક તાલિબાન અને લશ્કરે તોયબા જેવા અાતંકી સંગઠનો વચ્ચે ફરક ન કરવો જોઈઅે અને અે વાત ત્યારે જ સાબિત થશે જ્યારે તે મુંબઈ હુમલાના ગુનેગારોને સજા અાપશે.

બે દિવસની યાત્રા દરમિયાન ભારત અાવેલા અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી અોફ સ્ટેટ અેન્થેની બ્લિંકનને ૨૬/૧૧ હુમલા પર કહ્યું કે અમેરિકા ભારત મુંબઈ હુમલાના પીડિતોને ન્યાય અપાવવા માટે અેક સાથે ઊભા છે. એક ટીવી ચેનલને અાપેલા ઇન્ટરવ્યૂમાં બ્લિંકનને કહ્યું કે હું માનતો નથી કે કોઈ વ્યક્તિ ત્યાં સુધી સંતુષ્ટ થશે જ્યાં સુધી તેને ન્યાય ન મળે. તેમણે જણાવ્યું કે અમેરિકાઅે પાકિસ્તાનને ઘણી વખત જાહેરમાં તો ઘણી વખત ખાનગીમાં ચેતવ્યું છે. તેને અંદરનાં અાતંકી સંગઠનો અને ભારત, અમેરિકા, અફઘાનિસ્તાન જેવા દેશો માટે ખતરારૂપ બનેલા બંને પ્રકારનાં અાતંકી સંગઠનો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈઅે.

તેમણે પાક અાર્મી ચીફના અે નિવેદન વિશે વાત કરી જેમાં જનરલ રાઈ શરીફે કહ્યું હતું કે અાતંકી માત્ર અાતંકી હોય છે પછી તે તાલિબાન હોય, લશ્કરે તોયબા હોય કે હક્કાની નટવર્ક હોય. પાકિસ્તાને અા નિવેદનને લાગુ કરવું જોઈઅે. બીજી તરફ ઇરાક અને સિરિયાની બહાર અાઈઅેસઅાઈઅેસના વધતા પ્રભાવ મુદ્દે બ્લિંકને કહ્યું કે અમેરિકા તેની પર સખત નજર રાખી રહ્યું છે. ખાસ કરીને અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં તેની હાજરીના સંકેત મળ્યા બાદ.

You might also like